Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કલોલ તાલુકા પોલીસે પાનસર નજીક વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

કલોલ: કલોલ તાલુકા પોલીસે પાનસર ગામેથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી હતી તેમજ સાંતેજ પોલીસે તાલુકાના જાસપુર ગામે થી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર પકડી પાડી હતી પોલીસે દારૃનો જથ્થો અને કાર જપ્ત કરીને જવાબદારો સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના પાનસર ગામેથી વિદેશી દારૃનો જથ્થો ભરીને કાર પસાર થવાની છે તે બાતમીના આધારે પોલીસ વોચમાં હતી ત્યારે એક કાર આવી ચડતા તેને અટકાવવા નો ઈશારો કરતા તેનો કારચાલક કાર ભગાવી નાસી ગયો હતો  પોલીસે કારનો પીછો કરતા કારચાલકે કારને ઇસંડ માં  મૂકીને નાસી ગયો હતા પોલીસને કારમાંથી વિદેશી દારૃની ૫૪૦ બોટલો તથા બીયરના ટીન નંગ ૧૨૦ મળી કુલ કિંમત રૃ ૮૪૦૦૦ ની મળી આવ્યા હતા  જે અંગે ચાલક સામે ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે તો અન્ય બનાવમાં સાંતેજ પોલીસે બાતમીના આધારે જાસપુર ગામ તરફ જતા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર આવી ચડતા તેને થોભવા માટેનો ઈશારો કરતા ચાલક કાર લઈને ભાગી છૂટયો હતો ત્યારે પોલીસે તેનો પીછો કરીને કારને ઝડપી લીધી હતી કારનો ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો પોલીસે કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૃ અને બીયરના ટીન મળી કુલ ૬૮૩ નંગ બોટલો કિંમત રૃ ૧૧૭૫૦૫ ના મળી આવ્યા હતા પોલીસે વિદેશી દારૃનો જથ્થો અને સ્કોપઓ કાર કિંમત રૃ ૩૫૦૦૦૦ મળી કુલ રૃ ૪૬૭૫૦૫ નો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા કારચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(6:13 pm IST)