Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પીજીમાં રહેતા વિદ્યાર્થિઓની વિગત મેળવી મોબાઈલ-લેપટોપ સહીત અન્ય વસ્તુઓની ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી પાડયો

વડોદરાઃ ગૂગલ પર પીજી વિદ્યાર્થીઓની વિગતો સર્ચ કરી તેમના રહેઠાણની રેકી કરીને વહેલી સવારે મોબાઇલ અને લેપટોપ જેવી ચીજો ઉઠાવતા ચોરને ક્રાઇમ બ્રાન્ચ હરિયાણાથી ઝડપી પાડયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,વાઘોડિયા રોડ ઉમા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થીઓના ચાર લેપટોપ,આઠ મોબાઇલ અને અન્ય ચીજોની ગઇ તા.૫મીએ ચોરી થતાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી.જેમાં હરિયાણાના નામચીન તબરેજ ઉર્ફે રાહુલ ઇકબાલ ઉર્ફે સતિષ ખાન (તબરેજ)નું નામ બહાર આવ્યું હતું.

ક્રાઇમ  બ્રાન્ચના પીએસઆઇ આર કે ટોરાણી અને ટીમે હરિયાણાના ફરિદાબાદ નજીકના ફતેપુર ગામે વેશપલ્ટો કરી વોચ રાખ્યા બાદ સંવેદનશીલ વિસ્તારમાંથી તબરેજને ઝડપી પાડયો હતો.અમદાવાદમાં પણ આઠથી દસ ચોરીઓમાં તેમજ હૈદ્રાબાદમાં પણ ચોરીઓ કરી હોવાની વિગતો બહાર આવી છે.તબરેજને ગૂગલ પર સર્ચ કરવામાં તેનો દિલ્હીનો મિત્ર આફતાબ મદદરૃપ થતો હોવાની પણ વિગતો  ખૂલી છે.

(6:17 pm IST)