Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વડોદરા:વાસણા રોડ વિસ્તારમાં ગેરકાયદે બાંધવામાં આવેલ દીવાલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશને વાસણા રોડ પર કેસરબાગ સોસાયટી સામે, તક્ષ કોમ્પ્લેક્સની પાછળ ટીપી ૨૨માં પુષ્પક તરફ જતા ૯ મીટર પહોળા ટીપી રોડ પર નજીકમાં રહેતા એક બંગલાવાળાએ દીવાલ બાંધી દઇ લોકોને આવજા કરવાનો રસ્તો જ બંધ કરી દેતાં કોર્પોરેશને આજે બૂલડોઝર ફેરવી દીવાલ તોડી નાખી હતી.

વોર્ડ નં.૧૧ ના ભાજપના સિનિયર કોર્પોરેટર અને કોર્પોરેશનમાં પક્ષના દંડક તથા વોર્ડના અન્ય કોર્પોરેટરોને ગેરકાયદે દીવાલ બાંધવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. આ દીવાલ બંધાતા કેટલીય સોસાયટીઓને આવજા કરવામાં તકલીફ પડે તેમ હતી. દીવાલ નજીકમાં રહેતા એક બંગલાવાળાએ ગઇ રાતે બાંધી દીધી હતી. દીવાલ મોટા રબલ પથ્થરથી ઊભી કરાઇ હતી. આજે સવારે સ્થળ તપાસ કરતાં દીવાલ બંધાયેલી જણાઇ હતી. કોર્પોરેશને આ અંગે સકાસણી કરતા ટીપી રોડ પર ગેરકાયદે દીવાલ બંધાઇ હોવાનું જણાતા આજે કોર્પો.ની ટીમે સ્થળ પર જઇ દીવાલ તોડી પાડી હતી, અને રસ્તો ખુલ્લો કર્યો હતો.

(6:18 pm IST)