Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

નિવૃત્ત પ્રોફેસર અને પત્નીની બિમારીથી કંટાળી આત્મહત્યા

શહેરમાં સિનિયર સિટીઝન દંપતીએ જીવન ટૂંકાવ્યું : ઘટના સ્થળેથી મળેલી સ્યુસાઈડ નોટમાં દંપતીએ બિમારીથી કંટાળીને ફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું

અમદાવાદ, તા.૨૩ : અમદાવાદમાં ફરી એક વખત સિનિયર સિટીઝન દંપતીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. વૃદ્ધ દંપતીએ એક સાથે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. કયા કારણથી દંપતીએ મોતને વ્હાલું કર્યું છે. જોકે, આત્મહત્યા કરનાર શખ્સ નિવૃત્ત પ્રોફેસર હતા.

નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે કિડની અને તેમનાં પત્નીએ કેન્સરની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ભારે ચર્ચા ઉઠી છેસેટેલાઈટ વિસ્તારમાં આવેલ સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. મૃતક ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી છે. મહત્વનું છે કે પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક રૂમમાં એક સાથે આત્મહત્યા કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. જોકે ઘટનાની જાણ પોલીસ થતા સેટેલાઇટ પોલીસ સ્થળ પર તપાસ કરતા એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી

પોલીસના જણાવ્યા અનુસાર સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બને જણાંએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા.

પરંતુ કોઈ પરિણામ ના મળતા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલા કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતાં હતાં.

જ્યારે અંજના બેન હાઉસ વાઈફ હતાચોંકાવનારી વાત તો છે કે, મૃતક સિનિયર સિટીઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહયાં છે. હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

(8:19 pm IST)