Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમદાવાદ:પિતાએ જમવાનું માંગતા નરાધમ પુત્રએ પિતાને ઢોરમાર મારતા ચકચાર

અમદાવાદ: કોરાનાની મહામારીમાં ધંધા રોજગાર પડી ભાંગતા સામાન્ય લોકો ઘરના લોકો આર્થિક સંક્રામણનો સામનો કરી રહ્યા છે, વટવામાં પિતાએ જમવાનું માગતા કળિયુગના શ્રવણ પુત્રએ પિતાને ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે માતા અને પુત્ર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છ.ે

આ કેસની વિગત એવી છે કે  વટવા જીઆઇડીસી વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ પર આયોજનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સતીષસિંહ મહારાજસિંહ રાજપૂત (ઉ.વ.૫૬)એ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની તથા પુત્ર સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદી વીસ દિવસથી વતન ગયા હતા અને પરત આવ્યા બાદ ગઇકાલે સાંજે ૭.૩૦ વાગે પત્ની પાસે જમવાનું માગ્યું હતું. જેથી પત્નીએ ઉશ્કેરાઇ જઇને તમે કોઇ કામ ધંધો તો કરતા નથી કેમ  આખો દિવસ નવરા બેસી રહો છો કહીને તકરાર કરી હતી.

પત્નીને તકરાર નહી કરવાનું કહેતા હાજર પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો  અને મારી માતા સાથે કેમ તકરાર કરો છો તેમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. પિતાએ ગાળો બોલવાની ના પાડતાં ગુસ્સે થઇને પુત્રએ લાકડાના ડંડાથી પિતા પર હુમલો કર્યો હતો એેટલું જ નહી માતાએ પણ માર માર્યો હતો બુમાબુમ થતાં પુત્રએ પિતાને  ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસ માતા પુત્ર સામે ગુનો નોંધુ વધુ તપાસ હાથ ધરી છે.

(6:19 pm IST)