Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ઝેરી પ્રદૂષણના કારણે ભરૂચ અને વડોદરા જીલ્લાદના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકર જમીનનો રૂ2000 કરોડના પાકને નુકશાન

ખેડૂતને એકરદીઠ રૂ. 40 હજારનું વળતર આપવા અને ઝેર ઓકતાં કેમીકલ યુનિટો સામે સખત કાર્યવાહી કરવા કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવડિયાની માંગ

અમદાવાદ :  ભરૂચ અને વડોદરા જીલ્લાોના ઝેરી કેમીકલ ઉદ્યોગોના પ્રદૂષિત જળ અને હવા છોડાતાં હવામાં રહેલા ઝેરી 2, 4D અને 2, 4D-B રસાયણોને કારણે ભરૂચ અને વડોદરા જીલ્લાદના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકર જમીનનો રૂ. 2000 કરોડનો કપાસ-તેલીબીયાંનો પાક, વૃક્ષો અને ખેતીની જમીનને ભારે નુકશાન થયું હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ  મોઢવાડિયાએ જણાવ્યું છે. તેમણે ખેડૂતને એકરદીઠ રૂ. 40 હજારનું વળતર આપવા તથા ઝેર ઓકતાં કેમીકલ યુનિટો સામે સખત કાર્યવાહી કરીને ઝેરી રસાયણો સમગ્ર વિસ્તારને વેરાન કરી નાખે તે પહેલાં પગલાં લેવાની માંગણી કરી હતી.

અર્જુનભાઈ  મોઢવાડિયાએ આજે ભરૂચ કલેકટર દ્વારા ભરૂચ જીલ્લાિના ખેડૂતોના પકને રસાણીય પ્રદૂષણથી નુકશાન પામેલ ખેતીની પાકોની તપાસ કરવા નિમાયેલી જીલ્લાત ખેતીવાડી અધિકારી, ભરૂચ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નાયબ પર્યાવરણ અધિકારી, નવસારી કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો, મદદનીશ ખેતી નિયામક સહિતની સંયુકત્ત તપાસ ટીમનો અહેવાલ રજૂ કરતાં જણાંવ્યું હતું કે આ વર્ષે ભરૂચ અને વડોદરા જીલ્લાર કેમીકલ રસાયણોના વાયુ અને જળપ્રદૂષણને કારણે ભારે વિકૃતિ અને નુકશાન નજરે આવતાં ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ ભરૂચ જીલ્લાિના હજારો ખેડૂતોએ રેલી કાઢી હતી. ત્યારબાદ નિમાયેલી આ નિષ્ણાંત સમિતિએ સ્થળ તપાસ કરીને વૈજ્ઞાનિક તારણોને આધારે તા. 22-7-21ના વિગતવાર અહેવાલ સુપ્રત કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, વૈજ્ઞાનિક તારણોને આધારે આપેલા નિષ્ણાંત સમિતિના અહેવાલમાં જણાવ્યું છે કે હવામાં રહેલા 2, 4D અને 2, 4D-B જેવાં ફીનોક્ષી કંપાઉન્ડમને કારણે કપાસ, કઠોળ, વૃક્ષોમાં 2012 થી 2020 સુધી જે વિકૃતિઓ જોવા મળી હતી તેવી જ વધુ માત્રામાં વિકૃતિઓ 2021માં જોવા મળી છે. 2, 4D અને 2, 4D-B જેવાં ફીનોક્ષી કંપાઉન્ડા જળ અને વાયુમાં હાજરીની ચકાસણી અને નિયંત્રણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સતત કરવું જોઈએ પરંતુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ ચકાસણી અને નિયંત્રણ કરવામાં છેલ્લા દસ વર્ષથી નિષ્ફળ રહ્યું છે. દુર્ભાગ્ય પુર્ણ બાબત એ છે કે આ 2, 4D અને 2, 4D-B ફીનોક્ષી કંપાઉન્ડ માનવ અને પશુના શરીરના લોહીમાં પ્રવેશ કરીને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ભય કરનારાં હોવા છતાં ભાજપની સરકાર આ ઝેરી કેમીકલોને હવામાં અને જળમાં માપણી કરવાના યંત્રો/સાધનો વસાવવા કે પ્રદૂષણને નિયંત્રણ કરવાની કોઈ કાર્યવાહી કરેલ નથી.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, અંકલેશ્વપર, વડોદરા, વાપીની કેમીકલ કારખાનાઓ ધરાવતા ઔદ્યોગિક વસાહતો-જીઆઈડીસીઓને ભારત સરકારે ક્રિટીકલ ઝોનમાં મુકીને એશિયાની સૌથી પ્રદૂષિત વિસ્તાાર ઘોષિત કરવા છતાં પણ આ કેમીકલ કારખાનાઓ તો પ્રદૂષણ ઓકી રહ્યાં છે. પરંતુ મોદીની ભાજપ સરકારે અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક કલસ્ટ્રોની ક્રિટીકલ ઝોનની યાદીમાંથી દૂર કરતાં હવે નવાં પ્રદૂષણ ઓકનારાં કારખાનાઓ આવી રહ્યાં છે.

અર્જુનભાઈ  મોઢવાડિયાએ રસાયણોને કારણે અસરગ્રસ્તક ખેડૂતોને તાકીદે રાહત આપવાની માંગણી કરતાં જણાવ્યું હતું કે પ્રાથમિક રીપોર્ટ મુજબ કેમિકલ કારખાનાઓએ છોડેલ પ્રદૂષિત વાયુ અને જળના 2, 4D અને 2, 4D-B રસાયણોના કારણે ભરૂચ જીલ્લાાના ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તથા વડોદરા જીલ્લાહના પાદરા, કરજણ અને શિનોર તાલુકાના લગભગ 50 હજાર ખેડૂતોની 5 લાખ એકર જમીનનાં કપાસ, કઠોળના પાકને તથા સાર્વજનિક અને ખાનગી માલિકીનાં લાખો વૃક્ષોને નુકશાન થયું છે તથા આ વિસ્તાારની ખેતીની જમીન તેલીબીયાં, કઠોળ સહિતના દ્રિ-દળ પાકો માટે નકામી બની છે, તો રાજ્ય સરકારે તાકીદે ખેડૂતોને એકરદીઠ રૂ. 40 હજારનું પાક નુકસાનીનું વળતર રાજ્ય સરકારે આપવું જોઈએ તેમજ “Polluter Pay”ના કાયદા મુજબ આવું પ્રદૂષણ ઓકનાર કારખાનાંઓ પાસેથી નુકશાનીનું વળતર વસુલવું જોઈએ. ખેડૂતોના ખેતરોને જે કાયમી નુકશાન થયું છે તેના સુધારણા માટે તેમજ નુકશાની પેટે અલગ વળતર આપવું જોઈએ. આવા પ્રદૂષણો ઓકનાર કારખાનાઓને કલોઝર નોટીસ આપીને બંધ કરાવવા તથા ચાલુ કારખાનાઓ પાસે પ્રદૂષણ નિયંત્રણ કરાવવા ચોક્કસ વ્યબવસ્થા તંત્ર ગોઠવવું જોઈએ. જો રાજ્ય સરકાર પોતાની જ નિમેલી તપાસ સમિતિની ભલામણોનો અમલ નહીં કરે તો અમે ભરૂચ, વડોદરા અને આસપાસની જનતા અને ખેડૂતોને સાથે રાખીને આંદોલનાત્કત કાર્યક્રમ આપવાની અર્જુનભાઇ મોઢવાડિયાએ ચીમકી આપી છે.

(10:49 pm IST)