Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

લાછરસ ગામમાં ભારતીય કિસાન સંઘે નમો ખેડુત પંચાયતનો કર્યો વિરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં નમો ખેડૂત પંચાયતનો ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ વિરોધ કરી "પેહલા ખેડૂતોના પ્રશ્નો હલ કરો પછી નમો ખેડુત પંચાયત કરો" એવા નારા સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો
આમતો ભારતીય કિશાન સંઘ છેલ્લાં ઘણા દિવસોથી 26 પ્રશ્નો લઈ વિધાનસભા બહાર ધરણાં કરી રહ્યા છે એનો ઉકેલ લાવો તેવી માંગ કરતા હોય નર્મદા જિલ્લા ભારતીય કિસાન સંઘે હાલમાં લાછરસ ગામમાં પણ નમો ખેડુત પંચાયતનો વિરોધ કરી વધુ વરસાદ, પુર અને વાવાઝોડાને લીધે નર્મદા જિલ્લામાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે તો કેમ અત્યાર સુધી સરકારે નુકશાની જાહેર નથી કરી તેમ જણાવી અમે પણ ભાજપની વિચારધારા વાળા છીએ, અમે તમારી સાથે લડવા નહિ પણ તમે અમારા જ છો એટલે આપણા લોકો પાસે માંગવા આવ્યા છે તેમ જણાવ્યું હતું.

(10:17 pm IST)