Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારીઓ એ પડતર પ્રશ્નો બાબતે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કેટલાક વિભાગના કર્મચારીઓ એ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આંદોલન કરી પોતાની માંગણીઓ સ્વીકારવા સરકારને રજુઆત કરી રહ્યા છે ત્યારે કેટલાક કર્મચારીઓની માંગો સ્વીકારતા તેમનું આંદોલન સમેટાઈ ગયું છે પરંતુ નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારીઓનું આંદોલન હજુ ચાલુ જ છે. નર્મદા જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ રાજેશકુમાર ભટ્ટ, અને મહામંત્રી ગીરીરાજસિંહ ગોહિલ સહિત આગેવાનોને નેતૃત્વમાં આંદોલન કરી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરી રહ્યા છે. તેમનું આંદોલન હજુ યથાવત છે.ત્યારે 22મી સપ્ટેમ્બરે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાં કરી સૂત્રોચ્ચાર કર્યાં હતા.

 આ  બાબતે નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રમુખ રાજેશકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે અમારી વર્ષોથી કેટલીક માંગણીઓ ને લઈને સરકાર ને સતત રજૂઆતો કરતા આવ્યા છે.જેમાં 4200 ગ્રેડ પે, જૂની પેન્શન યોજના, સળંગ નોકરી, કર્મચારીઓ ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ પામે તો મહત્તમ મૃત્યુ સહાય આપવામાં આ માંગોને લઈને અમે સરકારમાં રજૂઆતો કરી છે, રાજ્ય સંઘના નેતૃત્વ માં અમે અગાઉ નર્મદા જિલ્લા આશ્રમ શાળા શિક્ષકો અને કર્મચારી યુનિયન દ્વારા જંગી રેલીમાં વરસતા વરસાદે પણ રેલીમાં જોડાયેલા રહયા ડગ્યા નથી. 16 થી 18 સપ્ટેમ્બર સુધી તમામ કર્મચારીઓ કાલી પટ્ટી પહેરીને ફરજ બજાવી ત્યારબાદ માસ સીએલ પછી 22 સપ્ટેમ્બરે ધરણા બાદ પણ જો હજુ સરકાર નહીં માને તો ઉગ્ર આંદોલન કરીશું

(10:24 pm IST)