Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

અમદાવાદમાં પીએમ ટ્રેન, કારમાં મુસાફરી અને જનમેદની સંબોધવાના હોવાથી પ્રથમવાર ઐતિહાસિક બંદોબસ્‍ત

આમ આદમી પાર્ટીનો મુકાબલો કરવા મોરચો સંભાળનાર નરેન્‍દ્રભાઇ માટે સૌરાષ્‍ટ્ર,ગુજરાતમાં ગોઠવાયેલ અભેદ સુરક્ષાચક્રની રસપ્રદ વિગતોમાં ડોકિયું : ૬ હજારથી વધુ પોલીસ કાફલો, સંજય શ્રી વાસ્‍તવની રાહબરી , ઓવર ઓલ સુપરવિઝન માટે રાજેન્‍દ્ર અસારીની પસંદગી, અજય ચોધરી, ગૌતમ પરમાર,મયંકસિંહ ચાવડા અને પ્રેમવિર સિહ સહિત ૧ ડઝન ડીસીપી, ૫૦ એસીપીને જવાબદારી સુપ્રત : ભાવનગર માટે થ્રી લહેર સિકયોરિટી ગોઠવતા અશોક કુમાર યાદવ દ્વારા સમગ્ર રેન્‍જ પોલીસને એલર્ટ કરી ,આશિષ ભાટિયા સતત માહિતી મેળવે છે, આંદોલનકારીઓને સમજાવવા ઝઝૂમતા અભય સિહ ચુડાસમા વિશેષ ભૂમિકામાં, જરૂર મુજબ અર્ધલશ્‍કરી દલ નરસીહમાં કોમાર ફાળવશે, ઉગ્ર વાદી, સ્‍લીપર સેલ મોકાનો ફાયદો ન ઉઠાવે તે માટે અનુપમસિંહ ગેહલોત ટીમ મેદાનેઃસુરતમા હેલિપેડ બની રહ્યા છે, અજય કુમાર તોમર, આયુષ ઓક અને બંછાનિધી પાની દ્વારા સંકલન,એરપોર્ટ ,અને જાહેર મિટિંગ માટે અભૂતપૂર્વ વ્‍યવસ્‍થા માટ નાયબ પોલીસ કમિશનરને ફરજો સુપ્રત

રાજકોટ, તા.૧૩: આમ આદમી પાર્ટી દ્વારા દિલ્‍હી અને પંજાબની પેટર્ન મુજબ વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો ઉઠાવવા સાથે વિના મૂલ્‍યે  લાઈટ, અને શિક્ષણ આપવા ગેરંટી કાર્ડ આપવાને કારણે ચૂંટણી સમયે અચાનક ગરમાવો આવી જતા આનો મુકાબલો કરવા માટે લોકોમાં જેનો ખૂબ મોટો પ્રભાવ છે તેવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ દ્વારા લોકોને ભારતીય જનતા પાર્ટીથી દૂર થતાં અટકાવવા સમગ્ર ગુજરાતનો મામલો પોતાના હાથમાં લીધો હોવાથી નરેન્‍દ્રભાઇ થોક બંધ કાર્યક્રમો સાથે તા.૨૯ અને ૩૦ના રોજ સુરત, અમદાવાદ,અંબાજી અને ભાવનગર વિગેરે આવી રહ્યા છે અને અમદાવાદમાં વિશેષ રોકાણ હોવાથી અમદાવાદના પોલિસ કમિશનર સંજય શ્રી વાસ્‍તવના માર્ગ દર્શનમાં ખૂબ અનુભવી એવા એડી.સીપી રાજેન્‍દ્ર અસારીને ઓવર ઓલ સુપરવિઝન સુપરત કર્યું છે.  સાથે સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ વડા પ્રેમવીરસિંહ ટીમ પણ મહત્‍વની ભૂમિકા સંકલન રાખી ભજવનાર છે.      
વડાપ્રધાન ૨૯મી સવારે સુરત આવવાના હોવાથી ડીજી લેવલના સિનિયર આઇપીએસ અજય કુમાર તોમર દ્વારા કલેકટર આયુષ ઓક તથા ? મયુનિસિપલ કમિશનર સાથે ધરી રચી છે, અહી મોટી સંખ્‍યામાં લોકો એકઠા થનાર હોવાથી લોકો સભા મંડપ સિવાય વિશાળ ડોમ દ્વારા કાર્યક્રમ નિહાળી શકે તેવી અદભૂત વ્‍યવસ્‍થા કરવામાં આવી છે, હેલિપેડ પણ ત્‍યાર કરવામાં આવ્‍યા છે, જોઇન્‍ટ સીપી સાથે તમામ ડીસીપી કાર્યરત બન્‍યા છે.              
 ભાવ નગરમાં રેન્‍જ વડા અને વડાપ્રધાન બંદોબસ્‍તના અનુભવી એવા અશોક કુમાર યાદવ દ્વારા ત્રીસ્‍તરીય વ્‍યવસ્‍થા ગોઠવી છે. તેઓ દ્વારા ધરતી,આકાશ અને જમીની વ્‍યવસ્‍થા સુચારૂ રહે તેવી રણ નીતિ ઘડી છે.     
 વડાપ્રધાન બંદોબસ્‍તમાં આ પહેલા જણાવ્‍યું તેમ અમદાવાદ પોલીસની મોટી કસોટી છે, વડાપ્રધાન નેશનલ ગેમનું ઉદઘાટન કરવા સાથે જીએમડીસી ગ્રાઉન્‍ડ ખાતે માતાજીની આરતી કરવા જવાના છે,ગાંધીનગર થી વંદે ગુજરાત ટ્રેન પ્રારંભ,અને મેટ્રોમાં બેસી અમદાવાદ આવવાના હોવાથી અને અહી વિશાળ જનસભા સંબોધવાના હોવાથી ગાંધીનગર રેન્‍જ વડા અભયસિંહ ચુડાસમા પણ એક્‍ટિવ બન્‍યા છે, આંદોલન સારા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પણ આ અધિકારી પ્રયત્‍ન શિલ રહેલ.                          
અમદાવાદમાં વડાપ્રધાન કાર્યક્રમ વચ્‍ચે એવોર્ડ સમારોહ પણ છે, આ બધા વચ્‍ચે ૬ હાજર જેટલા અધધ સ્‍ટાફને દોરવણી આપવા જોઇન્‍ટ સીપી અજય ચૌધરી, ગૌતમ પરમાર,ટ્રાફિક વ્‍યવસ્‍થા સુચારું રહે તે માટે આઇજી મયંકસિંહ ચાવડાં સહિત અધિકારીઓ કાર્યરત છે. ૧૧ જેટલા ડીસીપી, ૫૦ એસીપી,થોક બંધ પીઆઇ,પીએસઆઈ ,હોમ ગાર્ડ, મહિલા પોલીસ પણ મેદાને છે,બોમ્‍બ સ્‍કોડ મેદાને છે, રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા ઓવર ઓલ સુપરવિઝન સંભાળી રહ્યા છે, લો એન્‍ડ ઓર્ડર વડા કાયદો વ્‍યવસ્‍થા સુચારૂ રહે તે માટે અમદાવાદ વગેરે સ્‍થળે અર્ધ લશ્‍કરી દલ ફાળવવા વ્‍યસ્‍ત છે, તો વડાપ્રધાનના આવા ઝંઝાવાતી કાર્યક્રમ દરમિયાન ઉગ્રવાદી તત્‍વો લાભ ન ઉઠાવે તે માટે આઇબી વડા અનુપમ સિહ ગશેલોત ટીમ સતત બાજ નજર સાથે સેન્‍ટ્રલ આઇબી સાથે સંકલન રાખી રહી છે.

 

(3:50 pm IST)