Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાંથી ચપ્પુની અણીએ હીરાના કારખાનામાં લૂંટની યોજના કરતી ચ્હાની લારી ઝડપવામાં આવી

સુરત, : સુરતના કાપોદ્રા રચના સર્કલ સ્થિત અક્ષર ડાયમંડ બિલ્ડીંગમાં હીરાના કારખાનામાંથી ચપ્પુની અણીએ હીરા, રોકડ અને મોબાઈલ મળી રૂ.7.59 લાખની મત્તાની લૂંટ કરનાર ચાર પૈકી ત્રણ લૂંટારુને કાપોદ્રા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી તેમની પાસેથી રૂ.7 લાખના હીરા અને રોકડા રૂ.70,500 કબજે કર્યા હતા. લૂંટની યોજના નજીકની ચા ની લારી પર ઘડાઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત મંગળવારે રાત્રે સુરતના કતારગામ રચના સર્કલ સ્થિત અક્ષર ડાયમંડ બિલ્ડીંગ નં.5 ગાળા નં.101 માં આવેલા બ્રહ્માણી ડાયમંડના માલિક 58 વર્ષીય મનસુખભાઇ અવૈયાના ગળે ચપ્પુ મૂકી ચાર બુકાનીધારી લૂંટારુઓ હીરા, રોકડ અને મોબાઈલ મળી રૂ.7.59 લાખની મત્તા લૂંટી ચાલતા ચાલતા ભીડમાં ભળીને ફરાર થઈ ગયા હતા.પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદ મેળવી લૂંટારુઓ અંગે કડી મેળવ્યા બાદ એએસઆઈ રમેશભાઈ હરિભાઈ, હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ધીરુભાઈ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ અને કોન્સ્ટેબલ જય શૈલેષભાઈને મળેલી બાતમીના આધારે લૂંટારૂઓને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે સૌપ્રથમ વ્યારાથી વિપુલ ઉર્ફે બાજ કાબજીભાઈ નકુમ ( આહીર ) ( રહે.બાપા સીતારામ ટેનામેન્ટ, મરઘા કેન્દ્ર, કાપોદ્રા, સુરત. મૂળ રહે.કોટડી, તા.રાજુલા, જી.અમરેલી ) ને ઝડપી પાડી તેની પાસેથી રૂ.7 લાખના હીરા અને રોકડા રૂ.70,500 કબજે કરી લૂંટમાં સામેલ અન્ય બે લૂંટારુ દિપક નાગજીભાઈ લાડુમોર ( રહે.મકાન નં.97, સીતારામ સોસાયટી, અર્ચના સ્કૂલ પાસે, બોમ્બે માર્કેટ રોડ, પુણાગામ, સુરત. મૂળ રહે.દુર્લભ નગર, મહુવા રોડ, તા.રાજુલા, જી.અમરેલી ) અને અશ્વીનજી અમરતજી ઠાકોર ( રહે.22,23, સોમનાથ સોસાયટી, જીઈબીની પાછળ, કાપોદ્રા, સુરત. મૂળ રહે.વસઈ ડાબલા, તા.વિજાપુર, જી.મહેસાણા ) ને ઝડપી લીધા હતા.

(5:34 pm IST)