Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સુરતના ડુમ્‍મસ બીચ પર 10 ફુટ ઉંચી જીન (ભુત) જેવી આકૃતિ સજાર્તા લોકોમાં તર્ક-વિતર્કઃ જોતજોતામાં વીડિયો વાયરલ

સ્‍થાનિક લોકોનું માનવુ છે કે પહેલા બીચનો સ્‍મશાન તરીકે ઉપયોગ થતો જેથી પ્રેતાત્‍માઓ ભટકતા આવા દ્રશ્‍યો સર્જાય છે

સુરતઃ સુરતના ડુમ્‍મસ બીચ ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યુ છે. બીચ પર 10 ફુટ ઉંચી જીન (ભુત) જેવી ભયાનક આકૃતિ દેખાઇ છે. કારમાં જઇ રહેલા બે લોકોને ભુત જેવી મહાકાય આકૃતિ ચાલતી હોય તેવુ લાગતુ હતુ. સોશ્‍યલ મીડિયા પર આ બીચનો વીડિયો વાયરલ થતા લોકોમાં કુતુહતલપૂર્વકની ચર્ચાઓ જાગી છે.

સુરતના ડુમ્મસ બીચ પર ભૂત હોવાની વાતો ફરીથી વહેતી થઈ છે. આમ તો અનેક લોકોને અહી ભૂત હોવાનો અહેસાસ થયો છે. પરંતુ હવે બીચ પર 10 ફૂટ ઊંચી જીન જેવી ભયાનક આકૃતિ દેખાઈ છે. આ વીડિયો જોતજાતામાં જ વાયરલ થઈ ગયો છે. કારમાં જઈ રહેલા બે લોકોને જીન જેવી મહાકાય આકૃતિ ચાલતી જતી નજરે ચઢી હતી.

હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેનાથી ભૂતિયો બીચ તરીકે ઓળખાતો ડુમ્મસ બીચ ફરીથી ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વ્યક્તિ કારમાં જઈ રહી છે, આ દરમિયાન ડુમ્મસ જતા પહેલા ચેક પોસ્ટ ઉપર 8થી 10 ફૂટના પડછાયા જેવું દેખાઈ રહ્યો છે. કારમાં જઈ રહેલી બે વ્યક્તિ તેનો પીછો કરી રહી છે. જો કે, ઝી 24 કલાક આ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી.

ભૂતિયા બીચ તરીકે ફેમસ છે ડુમ્મસ

સુરતના સ્થાનિક લોકોનું માનીએ તો, આ સ્થળ પર પ્રેતઆત્માઓ હોવાનો દાવો છે. આ રહસ્યમયી બીચ સુરત શહેરમાં આવેલો છે. જ્યાં અનેકવાર પેરાનોર્મલ ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે આ બીચ સતત ચર્ચામાં રહેતો હોય છે. હંમેશા સોશિયલ મીડિયા પર આ બીચની ચર્ચાઓ થતી રહે છે. આ ભૂતિયા બીચને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે, કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે. પણ, ખાસ વાત એ છે કે, આ બીચનો નજારો આકર્ષિત અને સુંદર છે, જેથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. રોજ આ બીચ પર કોઈને કોઈ રહસ્યમયી ઘટના આકાર લેતી હોય છે, છતાં અહી પ્રવાસીઓ ઉમટી પડે છે. અનેક લોકો અહી ભૂતપ્રેત હોવાનો ઉલ્લેખ કરે છે. આ જગ્યા પર અનેક લોકોએ અજીબોગરીબ રહસ્યમયી અવાજ સાંભળવા મળે છે. કેટલાક રિપોર્ટ તો એવા છે કે, આ બીચ પર રાત્રે ફરવા ગયેલા ટુરિસ્ટ આજદિન સુધી પરત ફર્યા નથી.

સ્થાનિક લોકોના અનુસાર, કહેવાય છે કે વર્ષો પહેલા આ બીચનો ઉપયોગ સ્મશાન તરીકે કરાતો હતો. જેથી આજે પણ અહી પ્રેત આત્માઓ ભટકતી રહે છે. આ કારણે રાત્રે અહી બીચનો રંગ કાળા રંગનો થઈ જાય છે. રાતના સમયે અહી કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે. તેઓ પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે છે. આ જ કારણે સુરતના ડુમસ બીચનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. દેશ દુનિયાના અનેક લોકો આ ડરાવના બીચને જોવા માટે આવે છે. તો રાતના સમયે બીચની આસપાસ કોઈ ભટકતુ નથી. ક્યારેક પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓને પણ અનેકવાર ભૂતના અનુભવો થયા હોવાનું કહેવાય છે. 

(5:52 pm IST)