Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ઘટ સ્થાપન માટે આકર્ષક ઘડૂલા અને કલાત્મક ગરબા

ગરબા ઉપર આભલા, ટીકી, સિતારા, મોતી સહિતના આભુષણોથી ગરબાને તૈયાર કરાયા

માતાજીની આરાધના અને ગુજરાતના પ્રખ્યાત ગરબાનો તહેવાર નવરાત્રિ થોડા દિવસમાં આવી રહ્યો છે, ત્યારે બજારમાં ફેન્સી ગરબાએ ધૂમ મચાવી છે. નવરાત્રીમાં ગરબાનું વિશેષ મહત્વ હોવાથી શહેરમાં નવા રંગરૂપ સાથે રંગબેરંગી અને કલાત્મક ગરબા તૈયાર થઈ રહ્યા છે.

નવરાત્રિ  હવે નજીક છે, ત્યારે ગરબા રસિકો ચણીયાચોળી, કેડિયા અને દાંડિયાની ખરીદીમાં વ્યસ્ત છે, ત્યારે નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપન કરીને માતાજીની વિશેષ ભક્તિ અદા કરતા ભાવિકો પણ રંગબેરંગી ગરબાની ખરીદીમાં વ્યસ્ત થઈ રહ્યા છે અને પૂજા અર્ચનાની તૈયારી કરી રહ્યા છે. હવે નવરાત્રિમાં ઘટ સ્થાપન માટે પણ રંગબેરંગી ભાત પાડેલા અને આભલાથી સજાવેલા ઘડા બજારમાં જોવા મળી રહ્યા છે,

માતાજીની આરાધના અને ગુજરાતના પ્રખ્યાત ગરબાનો તહેવાર નવરાત્રીમાં ગરબાનું વિશેષ મહત્વ હોવાથી શહેરમાં નવા રંગરૂપ સાથે રંગબેરંગી અને કલાત્મક ગરબા તૈયાર થઈ રહ્યા છે.

ગરબા ઉપર આભલા, ટીકી, સિતારા, મોતી સહિતના આભુષણોથી ગરબાને તૈયાર કર્યા છે. આ ગરબા 50 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીમાં વેચાય છે.અનેક જગ્યાએથી લોકો અહીં ગરબા લેવા આવે છે. આ રંગબેરંગી ગરબા તૈયાર કરવામાં ત્રણ દિવસ લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ રંગબેરંગી ગરબાની માગ વધી છે અને કલાકારો પણ દર વખતે નવી ડિઝાઈન સાથે સ્ટાઈલીશ ગરબા તૈયાર કરે છે.

(6:33 pm IST)