Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

નવરાત્રીમાં ટ્રેડિશનલ કેડિયા સાથે અણિયારી પાઘડીનો ટ્રેન્ડ

ખેલૈયા અણીયાળી પાઘડી, ભરત ભરેલી પાઘડી, મોર અને હાથી જેવા ડિઝાઇન વાળી પાઘડીઓ પહેરીને ગરબાના તાલે ઝૂમશે.

ગુજરાતમાં નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ હોય છે ,નવરાત્રીમાં માત્ર ગરબાનું જ નહીં વસ્ત્રોનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ વખતે ટ્રેડિશનલ કેડિયામાં ઘણી બધી ડિઝાઇન જોવા મળે છે. પુરુષો કેડિયાની સાથે સાથે અણીયાળી પાઘડી, ભરત ભરેલી પાઘડી, મોર અને હાથી જેવા ડિઝાઇન વાળી પાઘડીઓ પહેરીને ગરબાના તાલે ઝૂમશે. મિરર વર્કની પાઘડી પણ ગરબા રસિકો વધુ પસંદ કરે છે.  કેડિયા મોટાભાગે મરૂન , ગ્રીન, સફેદ , ઓરેન્જ, વાદળી અને પીળા  રંગના વધુ પસંદ કરવામાં આવે છે. આ સિવાય બજારમાં અત્યારે નાના બાળકોથી માંડીને 45 વર્ષના લોકો પહેરી શકે તેવા આકર્ષક ભરતગુંથણથી ભરેલા કેડિયા મળે છે. જેની કિંમત 450 રૂપિયાથી ચાલુ થાય છે અને ચાર હજાર સુધીના કેડિયા મળે છે.  આ સિવાય ભરત ભરેલી કોટી પણ ગરબા રસિકો વધુ પસંદ કરતા હોય છે.

નવરાત્રીનો તહેવાર નજીક આવતા બાઝારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ટ્રેન્ડિંગ માં આ વખતે પરંપરાગત કેડિયાની ખરીદી વધુ થઈ રહી છે ,આ વખતે હાથી ઘોડાની ડિઝાઇન અને દાંડિયા રાસ રમતા ખેલેયો વાળી ડિઝાઇનની સાથે અવનવી પાઘડી પણ ટ્રેન્ડમાં ચાલી રહી છે.

(6:36 pm IST)