Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદવરસી શકે :રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત

નવરાત્રિ દરમિયાન વરસાદ નહીં પડે:અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

અમદાવાદ :  ગુજરાતમાં  ચોમાસાએ વિધિવત રીતે વિદાય લેવાની શરુઆત કરી દીધી છે. ક્રમશ: તે ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી વિદાય લઇ રહ્યુ છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે.

  જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન વરસાદ નહીં પડે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે.

(6:56 pm IST)