Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પાટણના સમીમાં નાયબ મામલતદાર એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાયા

મિલકતના દસ્તાવેજની નોંધ માટે એક લાખની માંગણી નાયબ મામલતદારે કરી હતી.

પાટણ જિલ્લાના સમીમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ નાયબ મામલતદારે ફરિયાદી પાસે એક લાખની લાંચની માંગ કરી હતી, મિલકતના દસ્તાવેજની નોંધ માટે એક લાખની માંગણી નાયબ મામલતદારે કરી હતી. આ જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોમાં આની ફરિયાદ કરી હતી જે અંતર્ગત ઓસીબીએ છટકું ગોઠવ્યું હતું  જેમાં નાયબ મામલતદાર કચેરીમાં લાંચ લંતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. એસીબી નાયબ મામલતદારને રંગે હાથે પકડી પાડતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને સમગ્ર શહેરમાં નાયબ મામલતદાર લાંચ લેતા પક્ડાયાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.

(10:08 pm IST)