Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજપીપળા એરોદ્રામ ખાતે એરસ્ટ્રીપને મળી મંજૂરી : રાજ્ય સરકારે એરસ્ટ્રીપ માટે 24 કરોડ રૂપિયા મંજુર કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: કેવડિયામાં વિકાસની વણઝાર થયા  હજાર કરોડથી વધુ રૂપિયાના ખર્ચે 20થી વધુ પ્રોજેક્ટો બન્યાને કેવડિયાને એકતાનગર તરીકે ખૂબ વિકસિત કરવામાં આવ્યું પરંતુ નર્મદા જિલ્લાનાં મુખ્ય મથક રાજપીપળાનો વિકાસ રૂંધાઇ ગયો હોય તેમ નેશનલ કે ઇન્ટર નેશનલ એરપોર્ટ બન્યુ કે ના ટ્રેન કેવડિયા થી રાજપીપળા આવી. જે ટ્રેન માંડ માંડ ચાલતી હતી જેને ઝડપીના બનાવીને બંધ કરી દીધી એટલે રાજપીપલાના વેપારીઓ, વિવિધ વેપારી મંડળ, કાપડના વેપારીઓ સહિત સ્થાનિક લોકોએ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજુઆત કરી ઓનલાઈન ફરિયાદ કરી એરપોર્ટ, મોટું રેલવે જંકશન સહિતની માંગ કરી પંરતુ રેલવે તો હવે પ્રધાનમંત્રી કહેશે ત્યારે જ આવશે હાલમાં રાજ્ય સરકારના નાગરિક અને ઉડ્ડયન મંત્રલાય દ્વારા એક જાહેરાત કરવામાં આવી અને વિવિધ વેપારી મંડળના પ્રમુખ નયનભાઈ કાપડિયાને પણ લેટર લખી જાણ કરવામાં આવી કે રાજપીપલામાં એરસ્ટ્રીપ બનાવવામાં આવશે જેના માટે રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવી ગઈ છે. આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રીયા કરીને કામગી ચાલુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે  ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં રાજપીપળા ખાતે એરસ્ટ્રીપ ના વિકાસ માટે 47.25 હેક્ટર જમીનનું સંપાદન કરેલ જે તે સમયે રાજપીપળા ખાતે એરસ્ટ્રીપ ના વિકાસ હેતુ વિવિધ કામો માટે બજેટ માં 300 કરોડ ફાળવવામા આવેલ હતા. અને જે કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, રાજપીપળા ને જરૂરી વિકાસના ખર્ચ માટે જમા પણ કરાવેલ છે.
નાગરિક ઉડ્ડયન વિભાગના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજપીપલા ખાતે પ્રાથમિક સ્તરે ત્રણ હેલિપેડ બનાવેલ છે. હવે ગ્રાઉન્ડ લેવલિન્ગ, કન્સ્ટ્રક્શન ઓફ એસ્ટ્રીપ પ્રોટેકશન વોલ,  કમ્પાઉન્ડ વોલ, ડ્રેનેજ લાઈન અને એપ્રોન નો સમાવેશ કરેલ છે. જે માટેના જરૂરી નકશા તથા સાધનો માટે અંદાજીત રકમ 23,09, 47,000 ની તાંત્રિક મજૂરી મુખ્ય ઈજનેર રા યો. અને હવાઇ પટ્ટી, માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગર દ્વારા તા. 16 સપ્ટેમ્બર 2022થી આપવામાં આવેલ છે. અને આ તમામ કામગીરી માટેની ટેન્ડર પ્રક્રિયા આગામી દિવસોમાં કરવામાં આવશે. આ વાત વહેતી થતા નર્મદા જિલ્લામાં અને રાજપીપલા માં ખાસ ખુશી છવાઈ છે. અને રાજપીપળા ની જનતાને એરસ્ટ્રીપ મંજુર થતા હવે રેલવે જંકશન અને કેવડિયા થી રાજપીપળા અંકલેશ્વર ટ્રેન પણ દોડતી થશે એવી આશા બંધાઈ છે.

(10:30 pm IST)