Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ધરમપુર નજીક આવેલા નાનકડા એવા ખોબા ગામમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું

જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જયોતિબા ગોહિલ પણ ઉપસ્થિત રહ્યાં : તેઓના હસ્તે કરાયું વિતરણ: ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભોજનનો પણ આનંદ લીધો


(કાર્તિક બાવીશી દ્વારા )ધરમપુરથી 40 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા ખોબા ગામમાં સુરતના ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને તેમની ટીમ દ્વારા ગ્રામજનોને શિયાળાની કડકડતી ઠંડીમાંથી છુટકારો મળે એવા હેતુથી અઢીસોથી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું 

આ પ્રસંગે વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર પણ હાજરી આપી તેમના વરદ હસ્તે ગામડા નું વિતરણ કરવામાં આવ્યું હતું 
 ધરમપુર નજીક આવેલા નાનકડા એવા ખોબા ગામમાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક કામગીરી કરવામાં આવે છે જે પૈકી સુરતથી આવેલા ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટના હર પણ ભાઈ કિશોરભાઈ તેમજ તેમની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ લોકોને શિયાળામાં ઠંડી થી છુટકારો મળે એવા હેતુથી અઢીસોથી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ પણ જોડાયા હતા તેમણે પણ અનેક સ્થાનિક લોકોને પોતાના વરદહસ્તે ગામડાનું વિતરણ કર્યું હતું.તો સાથે સાથે ગામના લોકો માટે આજે પ્રીતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ લોકો સાથે બેસીને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભોજનનો આનંદ લીધો હતો

(10:20 pm IST)