Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વાવડી ગામમાં જુગાર રમતા 7 આરોપીને રૂ.4450ના મુદામાલ સાથે રાજપીપળા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વાવડી ગામમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રાજપીપળા પોલીસે રેડ કરતા દિનેશભાઈ માનસિંગભાઈ વસાવા, લક્ષ્મણભાઈ પ્રતાપભાઈ વસાવા,મહેન્દ્રભાઈ દલપતભાઈ વસાવ,ધુડાભાઈ ભલેલભાઈ વસાવા, વિક્રમ ભાઈ ગોવિંદ ભાઈ વસાવા,મુકેશભાઇ ઇશ્વરભાઇ વસાવા નિલેશભાઇ કરશનભાઇ વસાવા તમામ રહે.વાવડીને રૂપિયા ૪૪૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

(11:14 pm IST)
  • અમદાવાદમાં માસ્ક વગર ફરતાં ૨૫૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઃ ૯ ને પોઝીટીવ : અમદાવાદ શહેરમાં આજે સવારથી કર્ફયુ ખુલતાની સાથે જ લોકો રસ્તાઓ ઉપર નિકળી પડયા હતાઃ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે ૨૫૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ જેમાં ૯ લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતાઃ જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ નેગેટીવ આવેલા લોકોને એક- એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો access_time 4:18 pm IST

  • માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST

  • સાર્વજનિક સંડાસ તૂટી પડ્યુ : મહિલા કાટમાળમાં ફસાઈ : મુંબઈના કુર્લામાં એક જાહેર શૌચાલય તૂટી પડતા એક મહિલા ફસાઈ ગઈ છે : બચાવ અભિયાન ચાલુ છે access_time 11:31 am IST