Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સુરતમાં ઉછીના રૂપિયા ન ચુકવાતા પાડોશીના બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો : બે આરોપીની ધરપકડ

લોકડાઉન દરમિયાન માતાનું મૃત્યુ થતા કિશને પાડોશી કરણ ઉફ્રે આદિત્ય પાસેથી ક્રિયાકર્મ કરવા માટે 7 હજાર જેટલા રૂપિયા ઉધાર લીધા હતા

સુરત :શહેરના ભટાર વિસ્તારમાં પિતા દ્વારા લેવાયેલી ઉછીની રકમને કારણે પાડોશી દ્વારા પુત્રની હત્યા કરી દીધી હતી,પિતા દ્વારા માત્ર 7 હજાર જેટલી ઉછીની લીધી હતી રૂપિયા ન ચૂકવાતા અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો

સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા પિતાએ પાડોશી પાસેથી ઉછીના રૂપિયા 7 હજાર લીધા હતા. આ રકમ પિતા દ્વારા પરત ન આપી શકાઇ હતી. આ રકમ ન મળતા પાડોશીએ બદલો લેવા માટે માસમૂ બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણ કરાયા બાદ બાળકને સાયણ તરફ લઇ જવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ તેની હત્યા કરી દેવાઇ હતી. હત્યા કરાયા બાદ તેની લાશને શેરડીના ખેતરમાં નાખી દેવામાં આવ્યી હતી.

 સાયણ વિસ્તારમાં લાશ દેખાતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પાડોશીની સાથે અ્ન્ય એક ઇસમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કિશન સહાની પરિવાર સાથે રહે છે. પરિવાર સાથે રહેતા કિશન સહાનીના માતાનું લોકડાઉન દરમિયાન મોત થયું હતું. મોત થવાથી કિશને પાડોશી કરણ ઉફ્રે આદિત્ય પાસેથી ક્રિયાકર્મ કરવા માટે 7 હજાર જેટલા રૂપિયા ઉધાર લીધા હતા. જે રૂપિયાની ચુકવણી ન થવાને કારણે કરણ ઉર્ફે આદિત્ય વારંવાર કિશનને ધમકાવતો હતો. પરંતુ મના ખીજ રાખી રહેલો કરણ ઉર્ફે આદિત્ય છેલ્લા કેટલાય સમયથી મનમાં વેર રાખી રહ્યો હતો. અને છેલ્લે તેણે અંગત અદાવતને કારણે આકાશનું અપહરણ કર્યું.હતું

અપહરણ કર્યાના બે ક્લાકમાંજ તેણે આકાશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે અપહરણની ઘટના સામે આવતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કિશન સહાનીને ત્યાં પહોંચ્યા હતા. અને સાથે સાથે આકાશની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે સર્વેલન્સ શરૂ કર્યું હતું. જેમાં પાડોશી કરણ ઉર્ફે આદિત્ય આકાશને સાયણ તરફ લઇ જતો દેખાઇ આવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. જો કે આકાશનો મૃતદેહ મળી આવતા પોલીસે બને આરોપીઓની ધરપકડ કરી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે

(12:59 pm IST)