Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સુરતમાં દર ૧૦ હજાર ટેસ્ટમાં ર૦૯ પોઝીટીવ કેસ બહાર આવ્યા

ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીએ સ્થિતી બગાડી

રાજકોટ તા. ર૩ : દિવાળીના તહેવારો બાદ ગુજરાતભરમાં કોરોનાનું સંકમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. પરંતુ સુરતમાં થોડી રાહત છે. અન્ય મહાનગર કરતા સુરતમાં સરેરાશ સંક્રમણ ઓછુ જોવા મળે છે.જયારે રાજકોટ નંબર વન અને વડોદરા નંબર સેકન્ડ છે.

દિવાળી પૂર્વે પંદર દિવસમાં સુરતમાંકુલ ૧,૩૩,૬રર ટેસ્ટ થયા જેમાં રપર૧ દર્દીઓ પોઝીટીવ મળ્યા પછી દીવાળી બાદ એક સપ્તાહમાં કુલ ૬૬,૯૩૮ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં ૧૪૦૯ કેસ પોઝીટીવ બહાર આવ્યાઅમદાવાદમાં દિવાળી પહેલા ૧,૬૩,૮૬૯ ટેસ્ટમાંથી ર૮પ૭ પોઝીટીવ બહાર આવ્યા પરંતુ દિવાળી બાદ ૯૮૪૯૧ ટેસ્ટમાંથી ૧૬૮૬૦ દર્દીઓ કોરોનાની સંક્રમીત બહાર આવ્યા છે.

અમદાવાદ અને સુરતની સરખામણીમા રાજકોટ અને વડોદરાની સ્થતિ ખરાબ છે. રાજકોટમાં એક સપ્તામાં ર૩,૯ર૦ ટેસ્ટમાંથી ૧૦૮ર કેસ પોઝીટીવ જયારે વડોદરામાં ર૧૭૭૮સ્થિતિ ૯૭૮ કેસ પોઝીટીવ આવ્યા છે.

થોડા દિવસો પહેલા બગોદરા બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, વલસાડ, ઘારી, ડાંગ, સહિત વિધાનસભાની પેટાચુંટણી યોજાઇ હતી જેમાં સુરેન્દ્રનગર ૧૦૯૯૩ ટેસ્ટમાંથી ર૬૬ પોઝીટીવ, મોરબીમાં ૧૦ર૬૩ ટેસ્ટમાંથી ર૦૦ પોઝીટીવ, કચ્છમાં ૧૮૭૧૬ ટેસ્ટમાંથી ૧૯૦ પોઝીટીવ, અમરેલીમાં ૧૮ર૩ર ટેસ્ટમાથી ૧૭૮, બોટાદમાં ૭૮૬૮ ટેસ્ટમાંથી ૪૧ પોઝીટીવ કેસ બહાર આવ્યા છે.

(3:42 pm IST)