Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મોડાસા તાલુકાના જીવણપુર નજીક પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા ચાલકનું કમકમાટીભર્યું મોત

મોડાસા:તાલુકાના જીવણપુર ગામથી ભિલોડા તાલુકાના ગડાધર તરફ જતાં માર્ગે પુરઝડપે હંકારાતી ગાડીના ચાલકે માર્ગ પરથી પસાર થતી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં એકસયુ.વી ગાડી ની ટક્કરથી માર્ગ પર પટકાયેલ બાઈક ચાલકનું મોત નીપજયું હતું. જયારે બાઈક સવાર શખ્શને ઈજાઓ પહોંચતાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની ઘટનામાં રૃરલ પોલીસે ગાડી ઘટના સ્થળે છોડી ભાગી છુટેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 ભિલોડા તાલુકાના વાઘપુર ગામના ખેડૂત હેરીસનભાઈ વરસાતએ મોડાસા તાલુકાના બામણવાડા ગામની સીમના એક ખેતરમાં ભાગમાં વાવેતર કરેલ હોઈ તેઓ વાવેતર જોવા શનીવારે બપોરે બામણવાડા આવી રહયા હતા.ત્યારે બામણવાડા ગામના પાદરે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસે થી હેરીસનભાઈ તેમનું બાઈક લઈ પસાર થઈ રહયા હતા.ત્યારે જીવણપુર તરફથી પુરઝડપે આવી રહેલ  ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.

(5:04 pm IST)