Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ પૈકી 50 ટકા બેડ હજુ ખાલી : સુપરિન્ટેન્ડેન્ટનો દાવો

સિવિલમાં 30 ટકા ઓક્સિજન બેડ અને 15 ટકા વિન્ટિલેટરી બેડ પણ ખાલી: ખાનગી હોસ્પિટલોમાં 94 ટકા ભરાય ગયા : સામેથી દર્દીઓને બોલાવી બેડ ભરી રહી હોવાના ગંભીર આક્ષેપ

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના વધતા કેસો વચ્ચે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 50% બેડ ખાલી હોવાનો દાવો કર્યો છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 94 ટકા બેડ ભરાઇ ગયા છે.

  ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા લોકોના જીવ પડીકે ભરાઇ રહ્યા છે. ખાનગી હોસ્પિટલો સામેથી દર્દીઓને બોલાવી બેડ ભરી રહી હોવાના ગંભીર આક્ષેપ થઇ રહ્યો છે

   સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે ડો. જે વી મોદીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ છે, તેમાંતી 50 ટકા બેડ હજુ ખાલી છે. તેમણે કહ્યું કે સિવિલ કેમ્પસની કિડની, કેન્સર અને યુએન મહેતા હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી છે. તેથી કોરોના દર્દીઓએ ચિંતા કરવાની વાત નથી.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ડો. જે વી મોદીએ કહ્યું કે સિવિલમાં 30 ટકા ઓક્સિજન બેડ અને 15 ટકા વિન્ટિલેટરી બેડ પણ ખાલી છે.

રવિવારે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના વડપણ હેઠળ AMCની બેઠકમાં કોરોનાની સમીક્ષા થઇ હતી.જેમાં આક્ષેપ થયો હતો કે અમદાવાદમાં કોરોનાના વધી રહેલા પ્રકોપ વચ્ચે સારી હોસ્પિટલોમાં દાખલ થવું અઘરુ પડી ગયું છે. તેવા સમયમાં શહેરની ખાનગી હોસ્પિટલો સામેથી દર્દીઓને બોલાવી તેમના ત્યાના બેડ ભરી રહી છે.

23 નવેમ્બરે AMC બહાર પાડેલી ખાનગી હોસ્પિટલોની યાદીમાં જણાયું કે શહેરની 74 હોસ્પિટલોમાં કુલ 2705 બેડ છે. તેમાંથી આઇસોલેશનના 1094, HDU (1023), વેન્ટિલેટર વિના આઇસીયુ (391) અને વેન્ટિલેટર સાથે (197) બેડનો સમાવેશ થાય છે.

આમ કુલ 2705માંથી 2544 બેડ આજની તારીખમાં ભરાઇ ગયા છે. જ્યારે માત્ર 161 બેડ ખાલી એટલે કે 94 ટકા બેડ ભરાઇ ગયા અને 6 ટકા બેડ જ ખાલી છે

(10:17 pm IST)