Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજપીપળા આશાપુરી યુવક મંડળ દ્વારા નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલનું સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નવ નિયુક્ત નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલનું સન્માન આશાપુરી યુવક મંડળ દ્વારા આયજિત કરવામાં આવ્યુ જેમાં આશાપુરીના અગ્રણી શંકરભાઈ પટેલ પ્રો.ભાઈલાલ ભાઈ પટેલ,જનકભાઈ મોદી, ભાજપ શહેર પૂર્વ મહામંત્રી ઉત્કર્ષ પંડ્યા(એડવોકેટ),કમલેશભાઇ પટેલ નગર પાલીકા શભ્ય સંદીપભાઈ દશાંદી,મહેશભાઈ કાછીયા,ભાજપ શહેર ઉપપ્રમુખ આશિષ ડબગર, ભાજપ યુવા પ્રમુખ ગિરિરાજસિંહ ખેર,પ્રકાશભાઈ ચોહાણ,જયંતીભાઈ ધોબી,દીપકભાઈ ભટ્ટ,રૂપલબેન રામી( એડવોકેટ), કૃણાલ ડબગર મિતેષ કા.પટેલ દીક્ષિત કાછીયા ગોરાગ પાદરીયા સાથે ભાઈ બહેનો કોરોના ગાઈડ લાઇન પ્રમાણે હાજર રહ્યા. જેમાં ઉત્કર્ષ પંડ્યા એ વિસ્તારના લોકોનું ભાજપ માટેનું યોગદાનને યાદ કરી પક્ષને મજબૂત કરવા સિંહ ફાળો આપવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલે પોતાના પ્રવચનમાં લોકોને જણાવ્યુ હતું કે હું આપને જવાબદારી આપવા આવ્યો છું જેથી આવનારી  નગર પાલિકા માં ભાજપ નો ભગાવો લહેરાય અને ગુજરાતની શ્રેષ્ઠ નગરપાલિકા રાજપીપળાની બને તે બદલ એક સાથે કામ કરવાની હાકલ કરી હતી.અંતમાં આભાર વિધિ ગિરિરાજસિંહે કરી હતી.

(12:23 am IST)