Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અરવલ્લીમાં માલપુરના સોનિકપુર પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત:ત્રણ લોકોના મોત

લગ્ન પ્રસંગેથી ઘરે પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો :અન્ય 4 ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડયા

અરવલ્લીમાં માલપુરના સોનિકપુર ગામ પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જતા બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, આમ અકસ્માતમાં મુત્યું આંક ત્રણ પર પહોંચી ગયો છે

 પરિવાર જ્યારે લગ્ન પ્રસંગેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એકાએક ડમ્પર ચાલકે રીક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિજ્યા હતા ત્યારે 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર  અર્થે ખસેડવામાં આવ્યા જેમાં વધુ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, અકસ્માત મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.. 

(12:15 pm IST)