Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોરોનાની સહાય માટેના માપદંડમાં સુધારો : દર્દીએ આપઘાત કર્યો હોય તો પણ સહાય

અરજી સીધી જિલ્લા વહીવટી તંત્રને કરવાનીઃ કોવિડ પછીના ૩૦ દિસ નિર્ણાયક : મુત્યુનું કારણ કોવિડ દર્શાવેલ ન હોય પણ જોગવાઇ પૂર્ણ થતી હોય તો મૃત્યુ કોવિડથી ગણાશે

રાજકોટ તા.ર૩ : રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરાનાથી મૃત્યુ પામનાર મૃતકના કુટુંબીજનો કે વારસદારોને સહાય આપવાના માપદંડમાં સુધારા કરતા પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

મરણના દાખલાને સાથે રાખીને ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટરમેનેજમેન્ટઓથોરીટી/જિલ્લા વહીવટી તંત્રને સહાય માટે અરજી કરવાની રહેશે. નીચે દર્શાવેલ બાબતોને કોવિડ-૧૯થી મૃત્યુ થયાનું ગણવાનું રહે છે.

કોવિડ-૧૯ પરીક્ષણની તારીખથી અથવા કિલનિકલી કોવીડ-૧૯ પોલીટીવ કેસ તરીકે દર્દીના મૃત્યુને 'કોવીડ-૧૯ દર્દી, હોસ્પિટલ/ઇન-પેશન્ટ ફેસિલિટીમાં સારવાર લેતા હોય તો દરમિયાન, અને ૩૦ દિવસ પછી પણ આ જ સારવાર ચાલુ રહે અને ત્યારબાદ મૃત્યુ પામે, છે તેને' કોવીડ-૧૯ મૃત્યુ તરીક ગણવામમાં આવશે.

કોવિડ-૧૯ પોઝીટીવદર્દી પોઝીટીવ સાબિત થયાના ૩૦ દિવસની અંદર આત્મહત્યા કરે તો આવા કિસ્સામાં સહાય મેળવવા પાત્ર રહે છે. ઝેર, હત્યા, અકસ્માત મૃત્યુ વગેરેને કારણે થતા મૃત્યુને કોવીડ-૧૯ મૃત્યુ તરીકે ગણવામાં આવશે નહીં, પણછી ભલેન કોવીડ-૧૯ સહ-ઘટનાની સ્થિતી હોય. મૃત્યુનુ કારણ કોવિડ-૧૯ દર્શાવવામાં આવેલ ન હોય પરંતુ ઉપર્યુંકત જોગવાઇ પરિપૂર્ણ કરતા તમામ કિસ્સાઓને કોવિડ-૧૯ થી મૃત્યુ તરીકે ગણતરીમાં લેવાના રહેશે.

ઉપર્યુકત કિસ્સામાં મૃતકના કુટુંબીજનો/વારસદારોએ કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિત પાસે કોવિડ-૧૯ મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા અરજી કરવાની રહેતી નથી. આવા કિસ્સાઓમાં મૃતકના કુટુંબીજનો/વારસદારો નાણાકીય સહાય મેળવવા માટે સીધે સીધી જરૂરી કાર્યવાહી કરી શકાશે.

સરકારી/ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલ કોવિડ-૧૯ દર્દીના કુટુંબીજનો/વારસદારો દ્વારા સારવાર અંગેના દસ્તાવેજોને માંગણી કરવામાં આવેથી સારવાર કરનાર હોસ્પિટલે તમામ દસ્તાવેજો અગ્રતાના ધોરણે પૂરા પાડવાના રહેશે.

(4:24 pm IST)