Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સુરતના કડોદરા રોડ નજીક ટેમ્પામાં ચોરખાનું બનાવી ઑડિશાથી લવાયેલ 1 કરોડથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપવામાં આવ્યો

સુરત, : ટેમ્પોમાં ચોરખાનું બનાવી છેક ઓડિશાથી મોકલેલો રૂ.1 કરોડથી વધુની કિંમતના 1009 કિલો ગાંજા લઈ સુરતમાં પ્રવેશતા બે ડ્રાઈવરને સુરત ક્રાઈમ બ્રાન્ચે રવિવારે વહેલી સવારે સુરત કડોદરા રોડ વેડછા પાટીયા પાસેથી ઝડપી પાડી તેમની પુછપરછના આધારે ટ્રાન્સપોર્ટમાં ગાંજો લાવવાની વ્યવસ્થા કરનાર ડિંડોલીના ટ્રાન્સપોર્ટરની પણ ધરપકડ કરી ત્રણેયના 13 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે રવિવારે રવિવારે વહેલી સવારે સુરત કડોદરા રોડ વેડછા પાટીયા વિનાયક પેટ્રોલપંપની નજીક માધવપાર્ક ટ્રાન્સપોર્ટ ગોડાઉનની બાજુમાં નવા બનતા રોડ ઉપરથી પસાર થતા ટેમ્પો ( નં.એમએચ-18-બીજી-2891 ) ને અટકાવી જડતી લેતા તે ખાલી હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની ઝીણવટભરી તપાસ કરતા તેની બોડીના ભાગે ચોરખાનું હતું અને તેમાં ગાંજાનો જથ્થો છુપાવેલો હતો. ક્રાઈમ બ્રાન્ચે રૂ.1,00,92,900 ની કિંમતના 1009.290 કિલોગ્રામ ગાંજા સાથે ટેમ્પોના બે ડ્રાઈવર મોહમદ ફઇમ મોહમદ રફીક શેખ ( ઉ.વ.24,રહે. ઘર નં.1/1546/9, ખલીફા સ્ટ્રીટ, અગારીની ચાલ, નાનપુરા, સુરત. મૂળ રહે.ચાલશેરી, જી.મલપુરમ, કેરાલા ) અને મોહમદ યુસુફ ગોસમોહમદ શેખ ( ઉ.વ.45, રહે. ઘર નં.1/3172, ખ્વાજાદાના દરગાહ, બડેખા ચકલા, સુરત ) ને ઝડપી તેમની પાસેથી ચાર મોબાઈલ ફોન, રોકડ, ટેમ્પો વિગેરે મળી કુલ રૂ.1,12,14,670 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:56 pm IST)