Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

હાલોલ તાલુકાના આનંદપુરામાં ટ્રેક્ટરની હડફેટે બાઈક ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા: નવી બાઇક લઇને લગ્નમાં ગયેલા યુવકને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા તેને માથાના ભાગે  ગંભીર ઇજા થઇ હતી.ઇજાગ્રસ્ત બાઇકચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.જે અંગે વાઘોડિયા પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આનંદપુરા  ગામે રહેતો રાહુલ વિજયભાઇ પરમાર (ઉ.વ.૨૨) ગઇકાલે રાતે ભાઇની નવી બાઇક લઇને ખેડા કરમસિયા ગામે લગ્નપ્રસંગે ગયો હતો.તે દરમિયાન અજાણ્યા ટ્રેક્ટરચાલકે ટક્કર મારતા રાહુલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.રાહુલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રાતે દાખલ કરવામાં આવ્યો હતો.આજે સવારે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.વાઘોડિયા પોલીસે  આ અંગે ગુનો દાખલ કરી ટ્રેક્ટરચાલકની શોધખોળ  હાથ ધરી છે.

(5:58 pm IST)