Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમદાવાદમાં વંદિત પટેલે બે વર્ષમાં 10 કરોડનું ડ્રગ્સ વેચ્યું હોવાની કબૂલાત: મુંબઈ- દિલ્હીની મોંઘી હોટલમાં પાર્ટી કરતો

વંદિત અને વિપલ કાર્ડ વેબ અને ઇન્ટરનેટ દ્વારા અમેરિકા, કેનેડા, લંડન અને ચીનથી વિદેશી મિત્રો મારફતે ડ્રગ્સ અમદાવાદ મગાવતા

અમદાવાદ : ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. બોપલમાં આરોપી વંદિત પટેલે બે વર્ષમાં 10 કરોડ રુપિયોનો ડ્રગ્સ વેચ્યું હોવાનું કબૂલાત કરી છે. વંદિત અને વિપલ કાર્ડ વેબ અને ઇન્ટરનેટ દ્વારા અમેરિકા, કેનેડા, લંડન અને ચીનથી વિદેશી મિત્રો મારફતે ડ્રગ્સ અમદાવાદ મગાવતા હતા.

આ અંગે ડીએસપી વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતુ છે કે, વંદિત વિદેશથી એર કાર્ગો મારફતે હાઈબ્રિડ ગાંજો, અમેરિકન ચરસ, શેટર, મેજિક મશરુમ સહિતના નશીલા પદાર્થ મગાવી યુવાનોને વેચતો હતો. જ્યારે પકડાયેલા આરોપીઓના લેપટોપ, મોબાઇલ કબજે કરાયાં છે, જેની તપાસમાં બીજા ઘણા ઘટસ્ફોટ થવાની શક્યતા પોલીસે નકારી નથી. વિદેશમાં રહીને વૈભવી જીવનશૈલી જીવવા માટે ટેવાયેલા વંદિત અને વિપલ અમદાવાદમાં પણ વૈભવી મકાનમાં રહીને, મોંઘાં કપડાં, મોંઘી કારમાં ફરતા હતા તેમજ તેમણે ડ્રગ્સના પૈસામાંથી કેટલાક પૈસા ફ્લેટ, સોના અને કાર ખરીદવા માટે વાપર્યા હોવાનું પણ કબૂલ્યું હતું. જ્યારે વંદિત ડ્રગ્સ વિદેશમાંથી તેમજ મુંબઈ અને હિમાચલ પ્રદેશમાંથી પણ મગાવતો હતો. ઉપરાંત વંદિત મુંબઈ અને દિલ્હીમાં મોંઘી હોટેલો અને પબમાં ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરતો હતો.

વંદિતે વિદેશમાંથી મગાવેલા ડ્રગ્સના 27 પાર્સલ કાર્ગોમાં આવીને પડ્યા હોવાનું વંદિતે પોલીસને જણાવ્યું હતું, જેના આધારે જિલ્લા પોલીસે કાર્ગોના અધિકારીઓને લેખિત જાણ કરી તે પાર્સલો કબજે કરવા તજવીજ શરૂ કરી છે. આ પાર્સલો તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે.

વંદિત વિદેશમાં રહેતા ડ્રગ ડીલરોને બીટકોઇન, લાઇટ કોઇન, ઈથરિયમ જેવી જુદી જુદી ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ ચૂકવતો હતો, જેમાંથી તેણે અત્યાર સુધીમાં 4 કરોડનું પેમેન્ટ ચૂકવ્યંુ હોવાના પુરાવા મળ્યા છે. જ્યારે એક ડ્રગ ડીલરને ક્રિપ્ટો કરન્સીમાં પૈસા ચૂકવ્યા હતા.

(6:56 pm IST)