Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉદ્યોગપતિ રાજેનભાઈ વડાલીયાના પુત્ર મીતના લગ્નપ્રસંગમાં ઉપસ્થિત

ખીરસરા નગરપાલિકા દ્વારા સ્વાગત કરાયું : ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના ઘરની પણ મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી: પૂર્વ નાણા મંત્રી વજુભાઈ વાળાને સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં મળ્યા

રાજકોટ :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખીરસરા ગામ પાસેના કૌશલ પાર્કમાં યોજાયેલા અગ્રણી ઉદ્યોગપતિ રાજેનભાઇ વડાલીયાના પુત્ર મીતના લગ્ન પ્રસંગે આવ્યા હતા, ત્યારે ખીરસરા નગરપાલિકા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 રાજકોટની ટૂંકી મુલાકાત દરમિયાન વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર બાવાજીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને આશીર્વચન પાઠવ્યા હતા. ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના ઘરની પણ મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂર્વ નાણા મંત્રી વજુભાઈ વાળાને સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મળ્યા હતા.

 આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભા.જ.પ. અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી, અગ્રણી નાગદાનભાઈ ચાવડા તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

(9:37 pm IST)