Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભરૂચના કસક વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ:સી ડીવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કસકમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટમાં છાપો મરાયો હતો. આ એપાર્ટમેન્ટમાં વડોદરા મેહતાવાડી સુલેમાની બેન્ક પાસે નાગરવાડા વિસ્તારમાં રહેતો મોગલ મીરાશાહ મસ્તાનવલી મીરા આર્યુવેદિક સેન્ટર ચલાવતો હતો. જેની પાસે  ડીગ્રી અને અન્ય કાગળો માગતા તે મળી આવ્યા નહોતા. આ બોગસ ડોક્ટર હોવાથી પોલીસે તેની પાસેથી મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે તેની સામે મેડીકલ પ્રેક્ટીશનરની કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:41 pm IST)