Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સાગબારાના નવાગામમાં જુગાર રમતા 08 નબીરાઓને રૂપિયા 11,810 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવાગામ (જાવલી) ખાતે જુગાર રમતા શખ્સોને સાગબારા પોલીસે રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસે બાતમીના આધારે નવાગામ (જાવલી) ગામે રહેતા રણજીતભાઇ નરપતભાઇ વસાવાના ઘરના પાછળ આવેલ ખુલ્લી જગ્યામા હાર જીતનો જુગાર રમતા આઠ શખ્શોની અંગ ઝડતી દરમ્યાન રોકડા રૂ.૧૦,૦૭૦ તથા દાવ ઉપરના રૂ.૧૭૪૦/-મળી કુલ રૂા.૧૧,૮૧૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન ઝડપી લીધા હતા જેમાં..(૧) ઇશ્વરભાઇ મગનભાઇ વસાવા (૨) મહેશભાઇ રમેશભાઇ વળવી(૩) દશરથભાઇ વેસ્તાભાઇ વલવી (૪) ગણપતભાઇ શોનીયા ભાઇ વસાવા (૫) રામસીંગભાઇ સુભાષ ભાઇ વસાવા (૬) રણજીતભાઇ નરપતભાઇ વલવી (૭) સુનીલભાઇ પ્રતાપસિંગ વળવી (૮)કિરણભાઇ ઘનસીંગભાઇ વળવી (તમામ રહે.જાવલી(નવાગામ), તા.સાગબારા) નાઓને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:11 pm IST)