Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આંતરરાજ્ય બુટલેગર મહેશ ઠકકરને ગોવામાંથી ખાસ ઓપરેશન દ્વારા ઉપાડી લેવાયો

દેશના વિવિધ રાજ્યોમાં ૧૮ ગુન્હામાં વોન્ટેડ ,ઍક ડઝન ગુન્હાનો આરોપી અંતે સકંજામાં : IG પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય ઍસપી હિતેષ જોયસર ટીમના ઍલસીબી પીઆઇ ડી.બી.શાહ ટીમને વધુ ઍક મોટી સફળતાઃ ગુજરાતમાં વિવિધ શહેરમાં મહેશ તન્ના જેમને દારૂ સપ્લાય કરતો તેના નામ ખુલતા જ હડકંપ મચી જશે, રાજ્યભરમાં ફફડાટ : દેશના અનેક રાજ્યો જેની શોધખોળ કરી રહ્ના છે તેવા આ મોસ્ટ વોન્ટેડ કેવી રીતે ઝડપાયો તેની રસપ્રદ કથા અકિલા સમક્ષ સુરત ગ્રામ્ય ઍસપી હિતેષ જોયસર વર્ણવે છે

રાજકોટ,તા.૨૩:    વિધાનસભાની ચૂંટણી અંતર્ગત વોન્ટેડ ગુનેગારોને ઝડપી લેવા માટે સુરત રેન્જ આઇજી પિયુષ પટેલ તથા અનેક મોટા અને પડકારજનક ગુન્હાઓના ભેદ ઉકેલાનાર જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસરના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય ઍલ. સી.બી.ને ખૂબ મોટી સફળતા મળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર સહિત અનેક રાજ્યોમાં દારૂના કહેવાતા નેટવર્કનાં માસ્ટર માઇન્ડ મહેશ તન્નાને ગોવા પોહચી દબોચી લેવામાં આવ્યો હોવાનું સુરત ગ્રામ્ય ઍસપી હિતેષ જોયસરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.  તેઓઍ વિશેષમાં જણાવેલ કે ગુજરાતમાં દારૂના મોટા નેટવર્કનો પરદાફાશ કરવા ચાલતી કવાયત મુજબ મૂળ પાટણના મહેશ ઠકકર ઉર્ફે મહેશ તન્નાનું નામ સપાટી પર આવતા બાતમીદાર નેટવર્ક ઍક્ટિવ કરેલ.

 જિલ્લા પોલીસ વડા હિતેષ જોયષરે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે મજકુર આરોપી ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ૧૮ ગુન્હામાં વોન્ટેડ છે અને અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રમાં ૧ ડઝન વખત પકડાય ચૂક્યો છે.ઉકત ઓપરેશનમાં પ્રસંશનીય કામગીરીમાં નીચે મુજબ સ્ટાફની ભૂમિકા મહત્વની હોવાનું પણ મૂળ કચ્છના વતની ઍવાં સુરત જિલ્લા પોલીસ વડાઍ જણાવેલ, નામ આ મુજબ છે.

શ્રી બી.ડી.શાહ  પોલીસ ઈન્સ્પેકટર, શ્રી ઍલ.જી.રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેકટર, શ્રી ઍમ.આર.શકોરીયા પોલીસ સબ ઈન્સ્પેકટર, શ્રી આઈ.ઍ.સીસોદિયા પોલીસ સબ ઈન્સ્પેકટર, અ.હે.કો. ચિરાગકુમાર જયંતિલાલ, અ.હે.કો. અનિલભાઈ રામજીભાઈ, અ.હે.કો. મહેન્દ્રસિંહ જયવંતસિંહ, આ.હે.કો દિનેશભાઈ મોતીભાઈ, આ.પો.કો. અલ્પેશભાઈ બચુભાઈ, આ.પો.કો.પ્રતિકભાઈ અરવીંદભાઈ, આ.પો.નિકુંજભાઈ ફલજીભાઈ.

જે અનુસંધાનમાં શ્રી બી.ડી.શાહ પોલીસ ઈન્સ્પેકટર, ઍલ.સી.બી. સુરત ગ્રામ્યનાઓને તેમના અંગત વિશ્વાસુ બાતમીદાર થકી ચોકકસ બાતમી હકિકત મળેલ કે,  સુરત ગ્રામ્ય જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી મહેશકુમાર ઉર્ફે મહેશ તન્ના S/O ભુરાલાલ તન્ના (ઠકકર)નાનો હાલ ફલેટ નં-સી/૨, ઈન્કમ ટેક્ષ ગેસ્ટ હાઉશ, ક્રિકેટ સ્ટેડીયમ નજીક પોરવરીમ, નોર્થ ગોવા ખાતે રહી ત્યાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ સપ્લાયની પ્રવૃતિ ચલાવી રહેલ છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય જેના આધારે વોન્ટેડ આરોપીની તપાસ કરવા સુચના આપતા ઍલ.સી.બી. શાખાના ઍલ.જી.રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેકટર  તથા અ.હે.કો. અનિલભાઈ રામજીભાઈ તથા અ.હે.કો. ચિરાગકુમાર જયંતિલાલ નાઓ ગોવા ખાતે જઈ મળેલ હકિકતના આધારે વોન્ટેડ આરોપીની તપાસ કરતા મળી આવતા ગુના સંબંધમાં તથા તેની પાસેથી મળી આવેલ અલગ અલગ મોબાઈલ ફોન, સીમકાર્ડ, રાઉટર, રોકડ રકમ વિગેરે બાબતે પુછપરછ કરતા કોઈ હકિકત જણાવતા ન હોય જેથી વધુ પુછપરછ અર્થે અત્રે ઍલ.સી.બી. ઓફીસ વલથાણ ખાતે લાવી, સદર પકડાયેલ આરોપીને યુકિત પ્રયુકિત દ્વારા સઘન પુછપરછ કરતા સદર પકડાયેલ આરોપી ગુજરાત રાજયમાં અલગ અલગ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશીદારૂના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને જે ગુનામાં નાસતો ફરતો હોવાનું કબુલાત કરતા આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:47 am IST)