Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

કોંગ્રેસમાં મોટું ભંગાણ : પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલ સહિતના રાજીનામા

પ્રદેશ કોંગ્રેસના ૩૦ થી વધુ હોદ્દેદારો અને સંખ્યાબંધ કાર્યકર્તાઓના કોંગ્રેસ પાર્ટીમાંથી સામૂહિક રાજીનામાઃ ખોટા નિર્ણયો અને કાર્યકર્તાઓની ઉપેક્ષા સામે નારાજગી

રાજકોટ તા.૨૩: ગુજરાત યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે.

પ્રદેશ કોંગ્રેસના ૩૦ થી વધુ હોદ્દેદારો અને સંખ્યાબંધ કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે.

મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ૩૦થી વધુ હોદ્દેદારો અને સંખ્યાબંધ કાર્યકર્તા ઓ એ આજ કોંગ્રેસ પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપેલ છે.

જેમાં પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી અને ગત વર્ષે યોજાયેલ ચૂંટણીમાં ૧૯,૦૦૦ થી વધુ મત થી જીત મેળવનાર બ્રિજેશ પટેલ અને તેમની સાથે પ્રદેશના પુર્વ મહામંત્રી અને nsuiના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ સૂરજ ભાઈ ડેર જે ૨૦૧૫ માં રાજકોટ મહાનગર પાલિકાના કોર્પોરેટર પ્રતિનિધિ પણ હતા અને તેમના પરિવાર માંથી ૨૦૨૦માં કોર્પોરેશન ઉમેદવાર હતા.

૨૦૨૦માં રાજકોટ કોર્પોરેશન ઉમેદવાર રવી વેકરીયા, નયન ભોરણીયા અને હાલ માં શહેર યુથ કોંગ્રેસ ના મહામંત્રી સાથે ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો, મોરબી જિલ્લા , સુરેન્દ્રનગર જીલ્લા સહિત સૌરાષ્ટ્રમાંથી સંખ્યાબંધ કાર્યકર્તા અને હોદેદારો એ આજે સામૂહિક રાજીનામા આપી કોંગ્રેસને રામ રામ કરેલ છે.

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલ (કમાણી)એ શ્રીનિવાસ બી.વી.ને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ૧૩ વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલ હતો પરંતુ પાર્ટી દ્વારા થતા સતત ખોટા નિર્ણય અને જમીની કાર્યકર્તાની ઉપેશા અને ચોક્કસ વર્ગ સાથેના અણગમાથી પીડાઇને આજરોજ હું મારા તમામ કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું આપું છું.

મારા વિદ્યાર્થીકાળથી ઘણા ચડાવ ઉતાર પાર્ટી સાથે જોડાયેલ છે અને એ વિચાર યાદ કરતા ભાવુક મનથી અને કઠોર નિશ્ચયથી આ નિર્ણય લીધેલ છે. મારી સાથે જોડાયેલ કાર્યકરો અને આગેવાનો મારી આ વેદનાથી અવગત હશે અને મારા આ નિર્ણયમાં સહભાગી હશે. તેમ અંતમાં બ્રિજેશ પટેલે જણાવ્યું હતું.

આજે રાજીનામા આપનારામાં બ્રિજેશ પટેલ (યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી), સુરજભાઇ ડેર (યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી ૨૦૧૫-રાજકોટ મહાનગર પાલીકા કોર્પોરેટર પ્રતિનિધી ૨૦૨૦ કોર્પોરેશન ઉમેદવાર પ્રતિનિધી), રવિભાઇ વેકરીયા (યુથ કોંગ્રેસ મહામંત્રી રાજકોટ-૨૦૨૦ કોંગ્રેસ પાર્ટી કોર્પોરેશન ઉમેદવાર)

આ ઉપરાંત શીવનાથસિંહ રાઠોડ (ગાંધીનગર યુથ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ), અજયસિંહ નકુમ (ગીર સોમનાથ જીલ્લા મહામંત્રી ૨૦૨૦ જીલ્લા પંચાયત ઉમેદવાર કોંગ્રેસ), ગૌતમભાઇ મોરડીયા (મોરબી જીલ્લા મહામંત્રી યુથ કોંગ્રેસ,સરપંચ : ગોર ખીજડીયા-ગ્રામ પંચાયત), રવિભાઇ તળપદા (ટંકારા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ), ભાવેશભાઇ ભુવા (ધ્રાંગધ્રા વિધાનસભા ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ), હિલભાઇ પટેલ (સોશ્યલ મીડીયા ઇન્ચાર્જ યુથ કોંગ્રેસ), મિલન કાવર (હળવદ વિધાનસભા ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ) સહિતઅએ રાજીનામા આપ્યા છે.

(3:40 pm IST)