Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આખરે ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ :કેન્દ્રના મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું - પાક,ઇચ્છે છે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને

 મોદી સરકારમાં મંત્રી કૈલાશ ચૌધરીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કહ્યુ કે, “પાકિસ્તાન કોઇ પણ ભોગે નથી ઇચ્છતુ કે ગુજરાતમાં ભાજપની સરકાર બને

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ ગઇ છે. મોદી સરકારના મંત્રીએ પ્રચાર દરમિયાન પાકિસ્તાનની એન્ટ્રી કરાવી અને કહ્યુ કે પાકિસ્તાન ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને.રાજસ્થાનના ભાજપના નેતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પ્રચાર કરી રહ્યા છે.

મોદી સરકારમાં મંત્રી કૈલાશ ચૌધરીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કહ્યુ કે, “પાકિસ્તાન કોઇ પણ ભોગે નથી ઇચ્છતુ કે ગુજરાતમાં ભાજપની સરકાર બને, તે ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને. પાકિસ્તાને ખુશ થવુ જોઇએ કે આપણે ખુશ થવુ જોઇએ તે આપણે નક્કી કરવાનું છે. વધુમાં મંત્રીએ કહ્યુ કે, ક્યાક એવુ ના બને કે આપણી એક ભૂલને કારણે પાકિસ્તાન ખુશ થાય. તમે બેઠો નહી અને ગામે ગામ જાવો અને કહો કે આ સામાન્ય ચૂંટણી નથી અને આ દેશની ચૂંટણી છે, આખુ વિશ્વ જોઇ રહ્યુ છે, આપણો પાડોશી દેશ પણ જોઇ રહ્યો છે.

ગુજરાતમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કૈલાશ ચૌધરીએ કહ્યુ કે, પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે, ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતી રહી છે અને સરકાર બનાવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે દેશમાં જ્યા જ્યા ચૂંટણી હોય છે ત્યારે ભારતીય જનતા પાાર્ટીના નેતા પાકિસ્તાનનું નામ લીધા વગર પ્રચાર જ કરી શકતા નથી, પછી તે લોકસભાની ચૂંટણી હોય, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, દરેક ચૂંટણીમાં પાકિસ્તાનનું નામ લેવુ જરૂરી બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે

(8:36 pm IST)