Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગુજરાત સે મિલો દૂર જબ કોઈ ભ્રષ્ટાચારી રોતા હે તો ઉસકી માં કેહતી હે સોજા બેટા નહીતો કેજરીવાલ આ જાયેગા: રાઘવ ચઢ્ઢા

રાજ્યસભા સાંસદ ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા પાટણની મુલાકાતે:જંગી સભાને સંબોધિત કરતાં કરતા શોલે ફિલ્મનો ડાયલોગ ઠપકાર્યો : વિડિઓ ખુબ વાયરલ

અમદાવાદ :ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખત પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે આ જંગમાં જીત મેળવવા માટે આપ નેતાઓએ કમર કસી છે. આપના રાજ્યસભા સાંસદ ગુજરાત શહેર સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા પાટણની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જંગી સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ગુજરાત સે મિલો દૂર જબ કોઈ ભ્રષ્ટાચારી રોતા હે તો ઉસકી માં કેહતી હે સોજા બેટા નહીતો કેજરીવાલ આ જાયેગા. તેમણા આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આપના એમપી રાઘવ ચઢ્ઢા પાટણ બેઠક પર AAPના ઉમેદવાર લાલેશ ઠક્કરને સમર્થન કરવા પાટણ પહોંચ્યા હતા. અહિં રાઘવ ચઢ્ઢાએ જાહેર સભા સંબોધી હતી. તે દરમિયાન તેમણે ભાજપ અને કૉંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ-કૉંગ્રેસના શાસનમાં માત્ર તેમના દિકરા દિકરીઓનો વિકાસ થયો છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા પરિવર્તન લાવી નવા એન્જિનની સરકાર બનાવશે. તેમને આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલના વખાણ કરતાં કહ્યું કે, ગુજરાત સે મિલો દૂર જબ કોઈ ભ્રષ્ટાચારી રોતા હે તો ઉસકી માં કેહતી હે સોજા બેટા નહીતો કેજરીવાલ આ જાયેગા.

 

રાઘવ ચઢ્ઢાએ સ્ટેજ પરથી લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, શોલે ફિલ્મમાં એક ડાયલોગ હતો. સો જા બેટા સો જા નહીં તો ગબ્બર આ જાયેગા. આજે ગુજરાત સે મિલો દૂર જબ કોઈ ભ્રષ્ટાચારી રોતા હે તો ઉસકી માં કેહતી હે સોજા બેટા નહીતો કેજરીવાલ આ જાયેગા. અને તને જેલમાં નાખી દેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે અરવિંદ કેજરીવાલનો જન્મ જ ભારત દેશમાંથી ભ્રષ્ટાચાર અને મોંઘવારી સમાપ્ત કરવા થયો છે.

 

તેમના આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. અને લોકો તેના પર જુદી-જુદી પ્રતિક્રિયા આપતા પણ જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ ગુજરાત શહેર સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટી જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો પર જીત મળે છે.

 

(9:03 pm IST)