Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

નર્મદા જિલ્લાના આમલેથા ગામે થયેલી મારામારીનાં ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામની મારામારી નાં ગુનામાં કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે
 સરકારી વકીલ હેરીસન દ્વારા મળતી વિગતો અનુસાર ફરીયાદ આપનાર મફતભાઈ ઝીભાઈ વસાવા ની ફરિયાદ મુજબ તેઓ પોતાના ખેતરે જતા હતા તે વખતે ભુપતભાઈ રામજીભાઈ વસાવા ઘર પાસેથી પસાર થતા સમયે તેને કહ્યું કે તમે કોંગ્રેસ પક્ષને કેમ મત આપેલ નથી તેમ કહી ગાળો બોલતા જેથી મફત ભાઈ એ કહ્યું કે મારી ઈચ્છા હું જેને મત આપું તમે પૂછવા વાળા કોણ તેમ કહેતા ભાવેશભાઈ ભુપતભાઈ વસાવા અને મિનેશભાઈ જેઠાભાઈ વસાવા નાઓએ મફત ભાઇને પકડી રાખ્યો હતો ત્યારબાદ ભૂપત રામજી વસાવા તેના ઘરમાંથી ધારીયું લાવી મફતભાઈ ને જમણા ખભાના ભાગે તથા કમરની જમણી બાજુએ મારી ગંભીર ઈજા પહોંચાડ્યાનો ગુનો કર્યાની ફરીયાદ રાજપીપલા પોલિસ સ્ટેશનમાં નોધવામાં આવેલ જે કેસ ક્રીમીનલ કોર્ટે નાં જજ જુઝર એ. રંગવાલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ હેરીસન જે. વકીલ ની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે ભુપતભાઈ રામજીભાઈ વસાવા ને ઈ.પી.કો કલમ ૩૨૬ ના ગુનામાટે દોષી ઠરાવી ૩ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૨૦૦૦ નો દંડ તથા ઈ.પી.કો કલમ ૫૦૪ ના ગુના માટે ૬ મહિનાની સાદી કેસની સજા તથા કલમ ૧૩૫ ના ગુના માટે રૂપિયા ૫૦૦- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો છે

(10:04 pm IST)