Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વડોદરામાં રેલવે બને છે અને હવે હવાઈ જહાજ પણ બનશે: વડાપ્રધાન મોદીએ વડોદરાના વિકાસનું વિઝન રજૂ કર્યું.

 વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદ એમ તમામને જોડતો હાઈટેક એન્જિયરિંગ કોરીડોર પણ બનશે

વડોદરા :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ વડોદરામાં પ્રચાર કરી ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોના સહારે ફરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો... સાથે જ વડોદરાના વિકાસનું વિઝન પણ રજૂ કર્યું. વડાપ્રધાને જણાવ્યું કે ભાજપ સરકારના રાજમાં ગુજરાત આજે ઓટો હબ, પેટ્રો હબ, કેમિકલ હબ અને ફાર્મા હબ બની ગયું છે.

 વડોદરામાં 300 કરોડ કરતા વધુ મુડીરોકાણવાળી ડઝનબંધ કંપનીઓ છે, ઘણી જગ્યાઓએ એકપણ નથી હોતી. તેમણે કહ્યું કે વડોદરામાં સાઈકલ બને છે, બાઈક પણ બને છે, રેલવે બને છે અને હવે હવાઈ જહાજ પણ બનશે. વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદ એમ તમામને જોડતો હાઈટેક એન્જિયરિંગ કોરીડોર પણ બની રહ્યો છે.

(11:22 pm IST)