Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

નર્મદા જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના 113 મતદારો પૈકી 98 મતદારો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન થયું 

 નાંદોદ અને દેડિયાપાડા બંને વિધાનસભા વિસ્તારમાં મળી કર્મચારીઓની કુલ 12 ટીમો દ્વારા કામગીરી

નર્મદા જિલ્લામાં 80  વર્ષથી વધુ વયના માન્ય ઠરેલા 113 મતદારો પૈકી 98  મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જેમાં નર્મદા જિલ્લામાં 01 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેમાં નર્મદા જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ મતદારો નર્મદા જિલ્લામાં વૃદ્ધો તેમનું મતદાન સુગમ્યયુક્ત વાતવરણમાં સરળતાથી કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે નાંદોદ અને દેડિયાપાડા બંને વિધાનસભા વિસ્તારમાં મળી કર્મચારીઓની કુલ 12 ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે.

(11:27 pm IST)