Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

સાગબારા કુંભી કોતર પાસેના જંગલમાં સગીરાએ કેસુડાના ઝાડ પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર

સગીરાને ગામના યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ તેના પરિવારને થતા સમાજમાં આબરૂ જવાના ડરે ફાંસો ખાધો

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકના કુંભી કોતર પાસેના જંગલમાં એક સગીરાએ કેસુડાના ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાના એક ગામની સગીર વયની દીકરીના પ્રેમ સબંધ બાબતે અગાઉ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય અને તેના માતા પિતા આ દીકરીને ભણાવી ગણાવીને તેનું ભવિષ્ય ઉજવળ બનાવવા માંગતા હોય પરંતુ તેને તેમના ગામના અભિષેક ઉર્ફે અભિ દયારામ વસાવા સાથે પ્રેમ સબંધ હોય તેની જાણ તેના ઘરના સભ્યોને થઇ જતા સમાજમાં તેની આબરૂ જશે એ વાતે તેને લાગી આવતા તેને જાતે કુંભી કોતર પાસે સીમની પાદર ગામની સીમના જંગલમાં કેસુડો ના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જતા મોતને ભેટી હતી.સાગબારા પોલીસે હાલ અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:53 pm IST)