Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

વીકેન્ડમાં અમદાવાદીઓ બિન્દાસ : નાસ્તાની લારીઓ દુકાનોમાં નિયમોના લીરેલીરા ઉડ્યા

બાઉન્સર પણ રાખ્યા છે. પરંતુ લોકો સમજતા જ નથી. નાસ્તા લઈને અહી ટોળું જમાવે છે.

અમદાવાદ : કોરોનાનું સંક્રમણ હજી પણ અટક્યું નથી ત્યારે  અમદાવાદીઓ નાસ્તા કરવા માટે બિન્દાસ બન્યા છે. શહેરના અનેક રસ્તાઓ ઉપર ખાણીપીણીની લારીઓ-દુકાનો ઉપર કોરોનાના નિયમોનો ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.

, કોરોનાના કહેર વચ્ચે હજી લોકો ક્યાંકને ક્યાંક ભાન ભૂલીને પોતાની મસ્તીમાં જ ફરી રહ્યા છે.અમદાવાદીઓ માટે કહેવાય છે નાસ્તાનો શોખીન છે પરંતુ આ જ નાસ્તા ક્યાંક તમારા ઘરમાં કોરોના લઈને ના આવે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં અહી લોકો સાથે દૂર થી એક પાણી પૂરીની લારી જોવા મળશે. અહી અમદાવાદીઓને પાણીપુરીનો ટેસ્ટ બહુ ગમે છે પણ આ જ ટેસ્ટ તેમના પરિવારમાં બીમારી લાવશે

કોરોનાનું સંક્રમણ હજી પણ અટક્યું નથી ત્યારે અમદાવાદમાં અમદાવાદીઓ નાસ્તા કરવા માટે બિન્દાસ બન્યા છે. જેનું ઉદાહરણ અમદાવાદનો આ વિસ્તાર છે. જ્યાં સાંજે 5થી 8 એવી ભીડ થાય છે જે કદાચ તમે સ્વપ્નેય ના વિચારી હોય. જ્યારે અમારી ટીમે અહીંના લોકો સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે અહી લોકો ભાગતા જોવા મળ્યા.

  માત્ર બોડકદેવ નહિ પરંતુ અમદાવાદ ના અંકુર વિસ્તારમાં પણ આ હાલ છે. અંકુર વિસ્તારમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઘણી દુકાનો સીલ પણ કરવામાં આવી હતી પરંતુ લગ્નમાં વધારે લોકોની છૂટ થી અમદાવાદીઓ હવે બિન્દાસ બની નાસ્તા માટે બિન્દાસ બન્યા છે.

નાસ્તા સેન્ટરના કાઉન્ટર પર પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે લોકોને સમજાવવા માટે અહી બાઉન્સર પણ રાખ્યા છે. પરંતુ લોકો સમજતા જ નથી. નાસ્તા લઈને અહી ટોળું જમાવે છે.

(6:42 pm IST)