Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ભાભરમાં અસામાજિક તત્વોનો આતંક:ધરપકડની માંગણી સાથે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ધરણાં

અસામાજિક તત્વોની ધરપકડ નહિ કરવામાં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખશે: ગેનીબેનની ચીમકી

બનાસકાંઠાના ભાભર તાલુકામાં અસામાજિક તત્વોના ત્રાસ સામે વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોલીસ સ્ટેશન સામે ધરણા પર ઉતર્યા છે. ભાભર તાલુકામાં અસામાજિક તત્વોએ રત્નકલાકાર પર હુમલો કર્યો હતો. હુમલો કરનારા આ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ધરણા પર ઉતર્યા છે. ગેનીબેનની સાથે 100થી વધુ લોકો ધરણામાં જોડાયા છે.

 ભાભરમાં કેટલાક અસામાજિક તત્વોએ ઠાકોર સમાજના યુવકો પર હુમલો કરતા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું કે ભાભરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં ભાભર પોલીસ નિષ્ફળ ગઈ છે. બેફામ બનેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી અસામાજિક તત્વોની ધરપકડ નહિ કરવામાં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખશે

(9:49 pm IST)