Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: 8 મનપા સિવાયની કોર્ટ ઓફલાઇન શરૂ કરવા મંજુરી

કોર્ટમાં સુનવણી માટે વકીલ કોર્ટ રૂમમાં રહેશે. ડોક્યુમેન્ટ જમા કરાવવા એક જ તપાસ અધિકારી કોર્ટમાં હાજરી આપી શકશે

 

અમદાવાદ : રાજ્યની કોર્ટ શરૂ કરવા અંગે હાઇકોર્ટે મોટો નિર્ણય કર્યો છે, 8 મનપા બહારની કોર્ટ ઓફલાઇન શરૂ કરવા  મંજુરી આપી છે. જિલ્લા તાલુકાની ટ્રાયલ કોર્ટ ઓફલાઇન કરવા HCએ  મંજૂરી આપી છે. જિલ્લામાં 100થી ઓછા કેસ હોય ,વકીલ સ્ટાફ ઓછો હોય તે કોર્ટ  ઓફલાઇન રહેશે . વકીલોની આર્થિક સ્થિતિને ધ્યાને લઇ હિકોર્ટે નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

કોવિડ ટાસ્ક ફોર્સની સલાહ મુજબ કોર્ટને લઈ HC SOp જાહેર કરી છે. કોરોનાના કેસો જે કોર્ટમાં 50 થી ઓછા હોય તેં જ કોર્ટ ઓફલાઇન રહેશે. વકીલો N95 માસ્ક ,ફેશ શિલ્ડ માસ્ક સાથે જ એન્ટ્રી આપવામાં આવશે.  કોર્ટમાં સુનવણી માટે વકીલ  કોર્ટ રૂમમાં રહેશે.  ડોક્યુમેન્ટ જમા કરાવવા એક જ તપાસ અધિકારી કોર્ટમાં હાજરી આપી શકશે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહીતના શહેરોની કોર્ટ ઓનલાઈન જ રહેશે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ગ્રામય વિસ્તારોની કોર્ટ ઓફલાઇન કરવા  માંગ કરી હતી.

રાજ્યમાં બાર એસો.સાથે થયેલી બેઠકમાં 20 જાન્યુઆરીએ ,અલેલી બેઠકમાં CJએ   નીચલી કોર્ટોને ઓફલાઇન કરવા મૂદ્દે બેઠક થઇ હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારએ વિડિઓ કોન્ફરન્સથી  બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના 250 જેટલા બાર એસો. પ્રમુખ અને સેક્રેટરી જોડાયા હતા, બેઠકમાં રાજ્યની તમામ કોર્ટોને ઓફલાઈન કરવા વકીલોએ  માંગ કરી હતી 

(11:36 pm IST)