Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

અમદાવાદમાં કોરોના બેકાબુ :નવા 11 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરાયા

કુલ 165 માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન અમલમાં : કુલ 27 વિસ્તારોને નિયંત્રણમાંથી છુટછાટ

 

અમદાવાદમાં સતત છેલ્લા 5 6 દિવસથી સતત સરેરાશ 8 હજાર આસપાસ કેસ સામે આવી રહ્યા છે.  આજે અમદાવાદમાં સૌથી વધુ 8,332  કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.વધુ 11 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. તેમજ  કુલ 27 વિસ્તારોને નિયંત્રણમાંથી છુટછાટ આપવામાં આવી છે.

અમદાવાદમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ અચાનક ઉછાળો જોવા મળ્યો છે. હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 43 હજારને પાર થઈ ગયો છે.. એવામાં શહેરની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યા 550એ પહોંચી ગઈ છે.જેમાંથી  50 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે.550 દર્દીમાંથી 100 જેટલા કોરોના દર્દી છેલ્લા 2 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયાનુ સામે આવ્યુ છે.

(11:40 pm IST)