Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

વલસાડમાં ક્રાંતિકારી સિંધી સમાજના વીર શહીદ હેમુ કલાની 79 સદગત વર્ષની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

વલસાડ સિંધી સમાજના પ્રમુખ કિશોરભાઈ મૂળચંદાની, ઉપપ્રમુખ ખેમાની ભાઈ, મંદિર પૂજારી જય કુમાર, રેણુકા બેન તલડેજા,માયા ન્યૂઝ પત્રકાર પ્રેમ માલાની સહિત મોટી સંખ્યામાં સિંધી સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના જુલેલાલ મંદિર ખાતે ભારત દેશના સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી સિંધી સમાજ ના વીર શહીદ હેમુ કલાની 79  સદગત વર્ષની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં વીર શહીદના તસ્વીર પર પુષ્પ હાર લગાવી સમાજના લોકોની ઉપસ્થિત માં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતું

આ પ્રસંગે વલસાડ સિંધી સમાજના પ્રમુખ કિશોરભાઈ મૂળચંદાની,ઉપપ્રમુખ ખેમાની ભાઈ, મંદિર પૂજારી જય કુમાર, રેણુકાબેન તલડેજા,માયા ન્યૂઝના પત્રકાર પ્રેમ માલાની સહિત મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા

(10:28 am IST)