Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની ૪૫મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી

બાપા સિતારામ મઢુલીના ભક્તો દ્વારા પુજન, આરતી અને ધજા આરોહણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યાં

dir="ltr">

 
 
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામમાં માંડલ રોડ પર આવેલી બાપા સીતારામ મઢુલી ખાતે સંત શિરોમણી સદગુરૂ શ્રી બજરંગદાસ બાપાની ૪૫મી પુણ્યતિથી નિમિત્તે પોષ વદ ચોથને શનિવારે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. બાપા સિતારામ મઢુલીના ભક્તો દ્વારા પુજન, આરતી અને ધજા આરોહણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં. વિરમગામ ખાતે બાપા સિતારામ મઢુલીએ બજરંગદાસ બાપાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
(6:47 pm IST)