Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ભાજપ યુવા મોરચા દ્વારા વિરમગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સ્વ.સુરેશભાઈ જે પટેલને શ્રદ્ધાંજલિ રૂપી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા યુવા મોરચા દ્વારા વિરમગામ શહેરમાં વિરમગામ નગરપાલિકા ખાતે જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સ્વ.સુરેશભાઈ જે પટેલ ને શ્રદ્ધાંજલિ રૂપી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૮ રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા ભાજપના મહામંત્રી નવદીપભાઈ ડોડીયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ દિપાબેન ઠક્કર, જીલ્લા હોમગાર્ડ કમાંડર વિપુલભાઈ દવે, વિરમગામ શેહર સંગઠન ના મહામંત્રી મિતેશભાઇ આચાર્ય, દેવાભાઈ ઠાકોર, વિરમગામ શહેરના પ્રભારી કિર્તીબેન આચાર્ય, હિતેશભાઈ મુનસરા, વિજયસિંહ ચાવડા, જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ વાઘેલા , યુવા મોરચાના અમદાવાદ જીલ્લાના કોષાધ્યક્ષ ડો.ભાવેશભાઈ વર્મા,વીરમગામ યુવા મોરચા વિરમગામ શહેર પ્રભારી શૈલેષભાઈ ડોડીયા,પ્રમુખ તિર્થભાઇ પટેલ,મહામંત્રી ભાવેશભાઈ રામાનંદી તેમજ યુવા મોરચાની ટીમ તથા વિરમગામ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રાહુલભાઇ નંદપાલ અને સોશિયલ મીડિયા કારોબારી સભ્ય કૃણાલભાઈ ઠક્કર હાજર રહી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

(5:18 pm IST)