Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ઝેરી દવા પી ગયેલી 2 યુવતીઓને સારવાર માટે રાજપીપળા સિવલમાં લવાતા ડોકટરે સારવાર આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કોઈક કારણોસર ઝેરી દવા પીનાર બે યુવતીઓને સારવાર માટે લાવતા ફરજ પરના તબિબે પોલીસમાં જાણ કરી હતી

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ આજરોજ ઝેરી દવા પીધા બાદ સારવાર અર્થે લવાયેલી સંજના રાયસિંગભાઈ વસાવા(૧૮) (રહે.કૂનબાર,તા.ડેડીયાપાડા, જી.નર્મદા) એ કોઈક કારણોસર ઝેરી દવા પી લીઘી હતી જ્યારે બીજા બનાવમાં નકતીબેન અજમભાઈ વસાવા(૨૨)( રહે.અશા,જી.ભરૂચ)એ પણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરાઈ હતી.ઘટના બાબતે પોલીસને જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:09 pm IST)