Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજ્યમાં કડકડતી ઠંડી પડશે : ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી

અમદાવાદનું લઘુતમ તાપમાન 9 ડીગ્રીથી નીચે જવાની શક્યતા: કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે

અમદાવાદ : વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે રાજ્યમાં ફરીથી ઠંડી વધશે. હવામાન નિષ્ણાતો મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે 23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. તેમજ અમદાવાદનું લઘુતમ તાપમાન 9 ડીગ્રીથી નીચે જવાની શક્યતા છે. સાથે જ બેથી ત્રણ દિવસો ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે. રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા

(10:26 pm IST)