Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

બનાસકાંઠા; પોલીસ કર્મી વિરુદ્ધ પત્નીએ જ ત્રાસ અને દહેજ માંગવાની ફરિયાદ નોંધાવી

પતિ, સાસુ, સસરા સામે મારઝૂડ અને દહેજ માગ્યાના ફરિયાદમાં ઉલ્લેખ: પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી

બનાસકાંઠાના લાખણીના નાણી ગામની પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આગથળા પોલીસ મથકે પોલીસ કર્મચારી પતિ અરજણ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ, સાસુ, સસરા સામે મારઝૂડ અને દહેજ માગ્યાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસે ત્રણેય વિરુદ્ધ દહેજ પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:46 pm IST)