Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

અમદાવાદમાં સતત વકરતો કોરોના : નવા 27 વિસ્તારો માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધ્યા : 11 વિસ્તારોને હટાવ્યા

શહેરમાં કુલ 181 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં : હોસ્પિટલમાં એડમિટ થનાર દર્દીની સંખ્યામાં થયો વધારો

અમદાવાદ​ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.વધુ 27 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. તેમજ કુલ 11 વિસ્તારોને નિયંત્રણમાંથી છુટછાટ આપવામાં આવી છે.હાલમાં શહેરમાં કુલ 181 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.

ત્યારે #COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 27 તેમજ દૂર કરવામાં આવેલ 11 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન છે

અમદાવાદમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ અચાનક ઉછાળો જોવા મળ્યો છે. હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 43 હજારને પાર થઈ ગયો છે.. એવામાં શહેરની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યા 550એ પહોંચી ગઈ છે.જેમાંથી 50 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે.550 દર્દીમાંથી 100 જેટલા કોરોના દર્દી છેલ્લા 2 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયાનુ સામે આવ્યુ છે.

(11:04 pm IST)